બેંગલુરુઃ- આજે રક્ષઆબંઘનનો પર્વ દેશભરમા મનાવવામાં આવી રહ્યો છે ત્યારે અનેક રાજ્યોએ આજરોજ બહેનોને બસમાં મફ્તમાં મુસાફરી કરવાની ભેંટ આપી છે તો વળી ક્રણાટકની સરકારે આજથી દરેક બહેનોને દર મહિને 2 હજાર રુપિયા આપવાની ભએંટ આપી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દર મહિને 2 હજાર રુપિયા બહેનાના ખાતામાં નાખવા બબાતે ચૂંટણી વચનને પરિપૂર્ણ કરતા, કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બુધવારે મૈસુરમાં એક જાહેર કાર્યક્રમમાં ગૃહ લક્ષ્મી યોજના શરૂ કરશે.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે એક ટ્વિટ દ્વારા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના દિલ્હીથી કર્ણાટક જવાની માહિતી આપી હતી. વેણુગોપાલે લખ્યું, ‘કોંગ્રેસની આગેવાની હેઠળની કર્ણાટક સરકાર મૈસુરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની હાજરીમાં મહિલાઓ માટે વિશ્વની સૌથી મોટી કલ્યાણ યોજના ‘ગૃહ લક્ષ્મી’ લોન્ચ કરશે
આ યોજના હેઠળ, લગભગ 1.1 કરોડ મહિલા પરિવારના વડાઓને દર મહિને 2,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. કર્ણાટક સરકારની 5 ચૂંટણી ગેરંટીમાંથી ‘ગૃહ લક્ષ્મી યોજના’ ચોથી ગેરંટી છે જે લોન્ચ થવા જઈ રહી છે.
બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રવાના થઈ ગયા છે. આ દરમિયાન અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ એમ. મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહેશે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે મંગળવારે મૈસુર જિલ્લાના મુખ્ય મથકના પ્રસિદ્ધ ચામુંડેશ્વરી મંદિરમાં પૂજા કરી હતી. સિદ્ધારમૈયાએ તેમના વતન મૈસુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે લગભગ 1.1 કરોડ ઘરની મહિલા વડાઓને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે