ગુજરાત યુનિવર્સિટી દ્વારા જીકાસમાં રજિસ્ટેશન કરાવેલા વિદ્યાર્થીઓને ઓન ઘ સ્પોટ પ્રવેશ અપાશે
અમદાવાદઃ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં જીકાસના ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાં અનેક અડચણો ઊભી થતાં વિરોધ પણ થયો હતો. દરમિયાન જીકાસ પોર્ટલનું નેટવર્ક ખોરવાઈ ગયા બાદ પ્રથમ વર્ષ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ સહિતની વિદ્યાશાખામાં પ્રવેશને લગતી સમસ્યા સર્જાઈ હતી. આથી આવી પરિસ્થિતિમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ પ્રક્રિયામાં કોઈ સમસ્યા ના સર્જાય તે માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા રજિસ્ટ્રેશન કરાવ્યું હોય એવા વિદ્યાર્થીઓને ઓન ઘ સ્પોટ પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અનુસ્નાતક (એમએ, એમકોમ, એમએસસી)ના કોર્સમાં 2 જુલાઈથી ઓન ધ સ્પોર્ટ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જ્યારે આવતી કાલે તા. 4થી જુલાઈથી બીએ, બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસ સહિતના કોર્સમાં કોલેજ કક્ષાએ ઓન ધ સ્પોટ પ્રવેશ અપાશે. જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન લેટર સાથે પીજી સેન્ટર પર જઈ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલ પર પ્રવેશ મેળવી શકશે. જ્યારે ગ્રેજ્યુએશન લેવલ પર વિવિધ કોર્સમાં જે તે કોલેજમાં જઈને કાલે ગુરુવારથી પ્રવેશ મેળવી શકશે. ઓનલાઇન કોર્સ પ્રમાણે કોલેજના કટઓફ માર્ક્સની ચકાસણી, વિદ્યાર્થીઓએ મેળવેલી ટકાવારીના આધારે વિદ્યાર્થીઓને ઓન ધ સ્પોટ પ્રવેશ ફાળવાશે.
ગુજરાત યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ જીકાસ પોર્ટલનું નેટવર્ક ખોરવાઈ ગયા બાદ પ્રથમ વર્ષ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ સહિતની વિદ્યાશાખામાં પ્રવેશને લગતી સમસ્યા સર્જાઈ હતી, આવી પરિસ્થિતિમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ પ્રક્રિયામાં કોઈ સમસ્યા ના સર્જાય તે માટે ગુજરાત યુનિવર્સિટીમાં પીજી (એમએ, એમકોમ, એમએસસી) કોર્સમાં 2 જુલાઈથી ઓન ધ સ્પોર્ટ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જ્યારે આવતી કાલે તા. 4 જુલાઈથી બીએ, બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસીના કોર્સમાં કોલેજ કક્ષાએ ઓન ધ સ્પોટ પ્રવેશ અપાશે. જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન લેટર સાથે પીજી સેન્ટર પર જઈ પ્રવેશ મેળવી શકશે. જ્યારે ગ્રેજ્યુએશન લેવલ પર વિવિધ કોર્સમાં જે તે કોલેજમાં જઈને ગુરુવારથી પ્રવેશ મેળવી શકશે. ઓનલાઇન કોર્સ પ્રમાણે કોલેજના કટઓફ માર્ક્સની ચકાસણી, વિદ્યાર્થીઓએ મેળવેલી ટકાવારીના આધારે વિદ્યાર્થીઓને ઓન ધ સ્પોટ પ્રવેશ ફાળવાશે.
ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં કુલપતિના અધ્યક્ષપદ હેઠળ પ્રવેશ કમિટીના પદાધિકારીઓની બેઠક મળી હતી, જેમાં યુજી કોર્સમાં 4 જુલાઈથી, જ્યારે પીજી કોર્સમાં 2 જુલાઈથી કોલેજના કટ ઓફ માર્ક્સ અને કેટેગરીને ધ્યાનમાં રાખીને ખાલી બેઠકો પર પ્રવેશ ફાળવવા માટેની ભલામણ કરાઈ છે. જ્યારે પ્રવેશ આપ્યા બાદ જે કોઈ બેઠક ખાલી રહે તો તેવી બેઠકો માટે જે તે કોલેજના કટ ઓફ માર્કસથી ઓછા માર્ક ધરાવતા વિદ્યાર્થીઓની મેરિટ યાદી બનાવીને કોલેજ કક્ષાની મેરિટ યાદી 9 જુલાઈએ તૈયાર કરી પ્રવેશ ફાળવવાનું નક્કી કરાયું છે. બીએસસી કોર્સમાં કોર્સ પસંદ થયેલા વિદ્યાર્થીના ડેટાના આધારે પ્રવેશ ફાળવવા ભલામણ કરવામાં આવી છે.