Site icon Revoi.in

સપ્તાહના 3 દિવસે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો

Social Share

ભારતીય શેરબજારની શરૂઆત આજરોજ ઘટાડા સાથે થઈ હતી. બજારના મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સવારે 9:20 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 150 પોઈન્ટ સાથે 0.19 ટકા ઘટીને 80,201 પર અને નિફ્ટી 31 પોઈન્ટ સાથે 0.13 ટકા ઘટીને 24,401 પર કારોબાર કરી રહ્યો હતો. બેન્કિંગ શેરમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. નિફ્ટી બેંક 318 પોઈન્ટ સાથે 0.61 ટકા ઘટીને 52,249 પર કારોબાર કરી રહ્યો છે.

તો નાના અને મધ્યમ શેરમાં કોઈ મોટા ફેરફાર સાથે કારોબાર જોવા મળ્યો નથી. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 28 પોઈન્ટ સાથે 0.05 ટકા વધીને 57,109 પર અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ સાધારણ 5 પોઈન્ટ વધીને 18,961 પરના સૂચકઆંક પર કારોબાર થઈ રહ્યો હતો. સેન્સેક્સના શેરમાં મારુતિ સુઝુકી, ઇન્ફોસીસ, ટાઇટન, એનટીપીસી, નેસ્લે, ટાટા મોટર્સ, એચયુએલ અને નેસ્લે ટોપ ગેઇનર છે.

M&M, Axis Bank, Kotak Mahindra, JSW Steel, IndusInd Bank અને ICICI Bank ટોપ ગેનર છે. IT, Farma, FMCG, રિયલ્ટી અને એનર્જી સૂચકાંકો હાલ નફો કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે Auto, PSU, ફિન સર્વિસ, મેટલ અને મીડિયાના સૂચકાંકો લાલ સપાટીએ પહોંચી ગયા છે.