1. Home
  2. ગુજરાતી
  3. 75મા ગણતંત્ર દિવસે કર્તવ્યપથ પર નારીશક્તિનો જલવો, રાફેલ-સુખોઈએ દેખાડયો ફ્લાઈપાસ્ટમાં દમ
75મા ગણતંત્ર દિવસે કર્તવ્યપથ પર નારીશક્તિનો જલવો, રાફેલ-સુખોઈએ દેખાડયો ફ્લાઈપાસ્ટમાં દમ

75મા ગણતંત્ર દિવસે કર્તવ્યપથ પર નારીશક્તિનો જલવો, રાફેલ-સુખોઈએ દેખાડયો ફ્લાઈપાસ્ટમાં દમ

0
Social Share

નવી દિલ્હી: આખા દેશમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ છે. 2024માં ઉજવવામાં આવેલો ગણતંત્ર દિવસ ઘણી રીતે અલગ છે. આના સંદર્ભે કર્તવ્યપથ પર વિવિધતાની ઝાંખીઓની સાથે દેશના શૌર્યની ઝલક પણ જોવા મળી. આ વર્ષે ગણતંત્ર દિવસના સમારંભમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા.

ગણતંત્ર દિવસ સમારંભ દરમિયાન 6 રાફેલ યુદ્ધવિમાનોએ મારુત ફોર્મેશનમાં કર્તવ્યપથ પર ઉઢાણ ભરી હતી. ત્રણ સુખોઈ – 30 એમકે-1 યુદ્ધવિમાન વાયુસેના માર્ચિંગ દળ સાથે કર્તવ્યપથની ઉત્તરમાં જળ ચેનલ પર 900 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ત્રિશૂળ બનાવીને ઉડાણ ભરતા દેખાયા.

પ્રચંડ કોમ્બેક્ટ હેલિકોપ્ટર દ્વારા ફ્લાઈપાસ્ટ કરવામાં આવી. ફ્લાઈપાસ્ટનો હવાઈ શોટ પણ સામે આવ્યો, જેને ખુદ પાયલટે લીધો હતો. આની સાથે બે પાચે હેલિકોપ્ટર્સ અને બે એમકે-4 વિમાનોએ કર્તવ્યપથ પર ઉડાણ ભરી.

ગણતંત્ર દિવસની પરેડમાં મહિલા પોલીસકર્મીઓએ બાઈક પ્રદર્શનીથી સૌના મન મોહી લીધા હતા. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની મહિલાકર્મીઓ નારીશક્તિના પોતાના કૌશલનું પ્રદર્શન કરી રહી હતી. બાઈક્સ પર સવાલ 265 મહિલા બાઈકર્સે શૌર્ય અને વીરતાનું પ્રદર્શન કર્યું હતું.

આ વખતે પરેડમાં ગુજરાતની ઝાંખીનો વિષય ધોર્ડો રહ્યો હતો. આ ગુજરાતના પર્યટન વિકાસનું વૈશ્વિક પ્રતીક છે.
લડાખની ઝાંખીમાં વિકસિત ભારતની ઝલક જોવા મળી હતી. લડાખની યાત્રમાં રોજગારના માધ્યમથી મહિલાઓને સશક્ત બનાવાની થીમ આ ઝાંખીની હતી. તેની સાથે ભારતીય મહિલા આઈસ હોકી ટીમ, તેમાં વિશેષ રૂપથી લડાખી ખેલાડીઓ સામેલ છે. આ ઝાંખી સશક્તિકરણની આ યાત્રાનું પ્રતીક છે.
રાજસ્થાનની ઝાંખીમાં રાજ્યની સંસ્કૃતિની સાથે પોષિત મહિલા હસ્તશિલ્પ ઉદ્યોગોના વિકાસને પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશની ઝાંખીમાં આ વખતે થીમ અયોધ્યા પર રહી. ઝાંખીમાં વિકસિત ભારત- સમૃદ્ધ વિરાસતની થીમ હતી. ઝાંખીના આગળના ભાગમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સમારંભનું પ્રતીક છે, જે તેમના બાળપણના સ્વરૂપને પ્રદર્શિત કરે છે.

ગણતંત્ર દિવસની પરેડમાં ઓડિશાની ઝાંખીમાં મહિલા સશક્તિકરણની સાથે રાજ્યના સમૃદ્ધ હસ્તશિલ્પ અને હાથવણાટના ક્ષેત્રની ઉપલબ્ધિઓને દર્શાવાય છે.

કર્તવ્યપથ પર અરુણાચલ પ્રદેશની ઝાંખી બાબતે સિંગચુંગ બુગુન ગ્રામ સામુદાયિક રિઝર્વ દર્શાવાયું, જે રાજ્યની જૈવ વિવિધતા હોટસ્પોટ છે.

હરિયાણાની ઝાઁખીમાં મેરા પરિવાર-મેરી પહેચાનની થીમ હતી. જે હરિયાણા સરકારના એક કાર્યક્રમ હેઠળ હરિયાણવી મહિલાઓના સશક્તિકરણના પરંપરાગત પ્રતીક તરીકે દર્શાવવામાં આવી હતી.

બીએસએફના કેમલ બેન્ડે પરેડમાં ભાગ લીધો હતો. આનું નેતૃત્વ બેન્ડ માસ્ટર સબ ઈન્સ્પેક્ટર અમલ ચટ્ટોપાધ્યાયે કર્યું હતું.
કર્તવ્યપથ પર મહિલા સૈનિકો દ્વારા કરવા માર્ચ પાસ્ટ કરીને નારીશક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જ્યારે ભારતીય નૌસેનાની ઝાંખીમાં નારીશક્તિ આઅને આત્મનિર્ભર ભારતની થીમ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમાં વિમાનવાહક યુદ્ધજહાજ આઈએનએસ વિક્રાંત અને નૌસેનાના દિલ્હી, કોલકત્તા, શિવાલિક અને કલાવરી ક્લાસની સબમરીન પણ દર્શાવવામાં આવી છે.

અગ્નિવીરો અને ત્રણેય સૈન્ય પાંખના મહિલા અધિકારીઓની ટુકડીએ કર્તવ્યપથ પર માર્ચ કરી હતી. આ પહેલીવાર છે કે ત્રણેય સેનાઓના મહિલા સૈનિકોની ટુકડી કર્તવ્યપથ પર માર્ચ કરી હતી.

42મી બખ્તરબંધ રેજિમેન્ટના લેફ્ટિનેન્ટ ફૈયાઝસિંહ ઢિલ્લોના નેતૃત્વમાં ટેન્ક ટી-90 ભીષ્મની ટુકડીએ પરેડમાં ભાગ લીધો હતો.
કર્તવ્યપથ પર ફ્રાંસની સેનાના સંગીત બેન્ડમાં 30 સંગીતકાર અને ફ્રાંસની સેનાની બીજી ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટે માર્ચ કરી હતી. ફ્રાંસના બે રાફેલ ફાઈટર જેટ્સે પણ ફ્લાઈ પાસ્ટમાં ભાગ લીધો હતો. મહિલા કલાકારોએ ભારતીય સંગીત વાદ્યયંત્રો વગાડીને પરેડની શરૂઆત કરી હતી. તેના પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તિરંગો ફરકાવ્યો હતો અને તેમને 21 તોપોની સલામી પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેંક્રોં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code