Site icon Revoi.in

મિસાઈલ મેન તરીકે જાણીતા પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખર વૈજ્ઞાનિક ડો APJ અબ્દુલ કલામની આજે 9 મી પુણ્યતિથી

Social Share

નવી દિલ્હીઃ ભારતના મિસાઈલ મેન તરીકે જાણીતા પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખર વૈજ્ઞાનિક ડો APJ અબ્દુલ કલામની આજે 9 મી પુણ્યતિથી છે. વર્ષ 2017 માં આજના દિવસે મેઘાલયના શિલોંગમાં તેમનું નિધન થયું હતું. તેઓ વર્ષ 2002 માં ભારતીય ગણતંત્રના 11 માં રાષ્ટ્રપતિ બન્યા હતા. એક મહાન વૈજ્ઞાનિક અને એન્જીનીયર તરીકે તેમણે દેશની પ્રગતિમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. વૈજ્ઞાનિક તરીકે તેમણે ચાર દશકો સુધી DRDO અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનને સંભાળ્યું હતું. અને ભારતના અંતરિક્ષ કાર્યક્રમો અને સૈન્ય મિસાઈલના વિકાસના પ્રયાસોમાં સફળતા પ્રાપ્ત કરી હતી.

એક મહાન વૈજ્ઞાનિક અને માનવતાવાદી જનનાયકના રૂપમાં તેમણે રાષ્ટ્રની સમક્ષ ઉત્કૃષ્ટતાના માપદંડો પણ સ્થાપિત કર્યા છે. વર્ષ 1997 માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન “ભારત રત્ન” થી નવાજવામાં આવ્યા હતા. તેમની પુણ્યતિથી પર આજે સમગ્ર રાષ્ટ્ર તેમને નમન કરે છે. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની પુણ્યતિથી નીમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના રાષ્ટ્રપતિ મૂર્મૂજી સહિતના મહાનુંભાવોએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી.