Site icon Revoi.in

ડો.APJ અબ્દુલ કલામની આજે જન્મજયંતિ,પીએમ મોદી અને રાજનાથ સિંહએ કર્યા નમન

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામ આઝાદને તેમની 90 મી જન્મજયંતિ પર યાદ કર્યા. પીએમ મોદીએ લખ્યું, મિસાઈલ મેન તરીકે ઓળખાતા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામ જીને તેમની જન્મજયંતિ પર સાદર નમન. તેમણે ભારતને મજબૂત, સમૃદ્ધ અને સક્ષમ બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેઓ હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત રહેશે.

દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે લખ્યું કે,ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર નમન.તેમણે આત્મનિર્ભર અને મજબૂત રાષ્ટ્ર બનાવવાનું સપનું જોયું હતું.તેમણે માતૃભૂમિની સેવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું. તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાશે નહીં.

અન્ય એક ટ્વિટમાં રાજનાથ સિંહે લખ્યું કે,વિજયાદશમીનો આ દિવસ અને દેશના ‘મિસાઈલ મેન’ ડો.એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ સંરક્ષણ ક્ષેત્ર માટે ખૂબ જ એતિહાસિક બનવા જઈ રહી છે, કારણ કે આજે વડાપ્રધાન મોદીની પ્રેરણાથી સાત નવી રક્ષા કંપનીઓને રાષ્ટ્ર માટે સમર્પિત કરવામાં આવી રહી છે.