Site icon Revoi.in

ઉત્તરાણના દિને 108 ઈમરજન્સીને 2916 કોલ મળ્યા, ગત વર્ષની તુલનાએ 278 કેસ વધુ નોંધાયા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાણના દિવસે 108ના ઈમરજન્સી કોસમાં સામાન્ય કરતા વધારો નોંધાયો હતો. ધાબા પરથી પડવાના દોરી વાગવાના બનાવો પણ બન્યા હતા. શનિવારે 108 દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આજે ઉત્તરાણના દિવસે 2916 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે 2022માં વર્ષમાં ઉત્તરાણના દિવસે  2638 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. 2022ની સરખામણીએ 2023માં 278 કેસ વધુ નોંધાયા છે.

રાજ્યમાં ઉત્તરાણ પર્વને લીધે ઈમરજન્સી બનાવોને પહોંચી વળવા માટે 108 નું તંત્ર દિવસભર સક્રિય રહ્યું હતું.  108 દ્વારા ઉત્તરાણના દિવસના ઇમરજન્સી કોલના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સવારે 9 વાગ્યા સુધીમાં 807 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે વર્ષ 2022માં 698 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. આમ 2022ની સરખામણીએ વર્ષ 2023માં 109 ઇમરજન્સી કેસ વધુ નોંધાયા હતા, ત્યારબાદ 108 દ્વારા બપોર 12 વાગે ઇમરજન્સી કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં 1355 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે વર્ષ 2022માં 1196 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. આ સાથે વર્ષ 2022ની સરખામણીએ 2023માં બપોર 12 વાગ્યા સુધીમાં 159 ઇમરજન્સી કેસ વધુ નોંધાયા હતા. જોકે, 108 દ્વારા બપોર 3 વાગે ઇમરજન્સી કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં 2097 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે વર્ષ 2022માં 1914 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. આ સાથે 2022ની સરખામણીએ આ વર્ષે 183 ઇમરજન્સી કેસ વધુ નોંધાયા હતા. આમ સવારથી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં આજના દિવસે 2916 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે 2022માં 2638 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. 2022ની સરખામણીએ 2023માં 278 ઇમરજન્સી કેસ વધુ નોંધાયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં  કોરોનાકાળના  3 વર્ષ બાદ લોકોએ શનિવારે ઉત્તરાયણનો તહેવાર નિયંત્રણ વિના ઊજવ્યો હતો.  તહેવારના રંગમાં ભંગ ના પડે તે માટે અમદાવાદ પોલીસ બંને દિવસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અમદાવાદમાં ધાબા, રોડ રસ્તા, સોસાયટી સહિત તમામ જગ્યાએ પોલીસ તૈનાત રાખવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યુ હતુ. ઉત્તરાયણના બંદોબસ્ત માટે SRP અંશ રેપીડ એક્શન ફોર્સની કંપની પણ બહારથી બંદોબસ્ત માટે બોલાવવામાં આવી હતી. શહેરમાં 6 હજાર પોલીસકર્મીઓ, 4000 હોમ ગાર્ડ જવાન, 4 SRP કંપની, 1 RAFની કંપની સવારે 6 વાગ્યાથી સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી. આજે વાસી ઉત્તરાણે પણ પુરતો બંદોબસ્ત રાખવામાં આવશે. કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા પુરી તકેદારી રાખવામાં આવી રહી છે.