ગાજિયાબાદ :દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર બુધવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે હાઈવે પર એક ચાલતી વેન અચાનક પલટી ગઈ હતી. થોડી જ વારમાં વાનમાં આગ લાગી. આ ઘટનાથી એક્સપ્રેસ વે પર ખળભળાટ મચી ગયો હતો.રાહદારીઓની સૂચનાથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. વાનમાં કુલ 6 લોકો સવાર હતા.દુર્ઘટના બાદ ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા,પરંતુ અંદર બળીને બે લોકોના મોત થયા હતા.માહિતી મળતા વિસ્તારની પોલીસે લાશને કારમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જ્યારે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
જેમાં એક મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે. મેરઠથી આવતી વખતે આ અકસ્માત થયો હતો.આમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
ગત દિવસે એટલે કે 24 મેના રોજ ઉત્તર પશ્ચિમ દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. એક કાર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ, જેમાં મુસાફરી કરી રહેલા 31 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું, જ્યારે તેનો ડ્રાઈવર ઘાયલ થયો.ત્યારે આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. આ સાથે જ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.