75મા સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશને કરશે સંબોધિત, આપશે ખાસ સંદેશ
- આજે સાંજે રામનાથ કોવિંદ દેશને સંબોઘિત કરશે
- દેશની જનતાના આપશે ખાસ સંદેશ
દિલ્હીઃ આવતી કાલે 15 ઓગસ્ટના રોજ સમગ્ર દેશભરમાં 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે આ પર્વને લઈને અનેક પ્રકારની ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે, આ સાથે જ દેશની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.15 ઓષ્ટની પૂર્વ સંધ્યાને દેશના રાષ્ટ્રપતિ પણ દેશની જનતાને સંબોધિત કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજ રોજ શનિવારે દેશના 75 માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ 7 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જારી કરવામાં આવેલ એકપ્રેસનોટ મુજબ રાષ્ટ્રપતિનું રાષ્ટ્રને સંબોધન તમામ આકાશવાણી નેટવર્ક અને દૂરદર્શનની તમામ ચેનલો પર સાંજે 7 વાગ્યાથી લાઈવ પ્રસારિત કરવામાં આવશે.
રાષ્ટ્રપતિનું સંબોધન પહેલા હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજી પછી, તે તેની પ્રાદેશિક ચેનલો પર પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારિત થશે. આ સાથે જ રાત્રીના 9:30 કલાકે ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રાદેશિક ભાષાઓમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, દેશના 75 માં સ્વતંત્રતા દિવસ પર દેશના વિવિધ ભાગોમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં વિવિધ સ્થાપનોને તિરંગાના પ્રકાશમાં રંગવામાં આવ્યા છે.