Site icon Revoi.in

ઓણમની પૂર્વ સંધ્યાએ ઉપરાષ્ટ્રપતિએ લોકોને શુભેચ્છા પાઠવી

Social Share

નવી દિલ્હીઃ દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં ઓણમ તહેવારની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ પ્રજાને ઓણમની શુભકામનાઓ પુાઠવી હતી. દેશના ઉપરાષ્ટ્રપતિ ઉપરાંત દેશના અન્ય રાજકીય આગેવાનોએ પણ ઓણનની શુભેચ્છા પ્રજાને પાઠવી હતી.

ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડે ઓણમના પર્વ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવીને ટ્વીટ કર્યું હતું કે, “હું ઓણમના શુભ અવસર પર આપણા દેશના લોકોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું”.

રાજા મહાબલિની સ્મૃતિમાં ઉજવવામાં આવતો, ઓણમનો તહેવાર પ્રામાણિકતા, કરુણા અને બલિદાનના ઉચ્ચ મૂલ્યોનું પ્રતીક છે. તે ખેતરોમાં નવા પાકના રૂપમાં કુદરતની કૃપાની ઉજવણી કરવાનો પણ એક પ્રસંગ છે. ઓણમની ભાવના દરેકના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે.