- પ્રથમ દિવસે જ કોવિન એપ પર કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
- 1લી મે થી 18થી ઉપરના તમામ લોકોને મળશે વેક્સિન
દિલ્હીઃ- સમગ્ર દેશ કોરોના મહામારી સામે મોટી લડચ લડી રહ્યો છે, ત્યારે કોરોનાને પહોંચી વળવા સરકારે રસીકરણ અભિયાન તેજ બનાવ્યું છે, આ હેછળ 1લી મે ના રોજથી 18 થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની તૈયારી કરવામાં આવી છે,આ વેક્સિન માટે વિતેલા દિવસને બુધવારથી જ કોવિન અને આરોગ્ય સેતુ એપ પર રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે 1લી તારીખથી ચાલુ થનારા રસીકરણના અભિયાનમાં પ્રથમ દિવસે સવારથી જ નોંધણી કરવાની ગતિ તેજ બની હતી આ વચ્ચે એપ્લિકેશનમાં થોડા વાંધા પણ સર્જાયા હતો ,જો કે મહત્વની વાત તો એ છે કે,આ એપ પર પ્રથમ દિવસના જ 1 કરોડથી વધુ 18 થી મોટી ઉમંરના લોકોએ નોંધણી કરાવી છે.
A significant step towards ending the pandemic! More than 1 Crore people join the world’s #LargestVaccineDrive today by registering themselves on the #CoWin platform. #IndiaFightsCorona #TogetherWeCan pic.twitter.com/U644EgdCs3
— MyGovIndia (@mygovindia) April 28, 2021
આ બાબતે MyGovIndia દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી કે મહામારીને સમાપ્ત કરવાની દીશામાં રસીકરણ મહત્વપૂર્ણ પગલું છે. વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન માટે 1 કરોડથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. ઉલ્લેખનીય છે કે, 18 વર્ષથી ઉપરના લોકો આ માટે યોગ્ય છે, બુધવારથી વેક્સિન માટેની ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન કોવિન અને એરોગ્ય સેતુ સતત ક્રેશ થવાની ફરીયાદો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ હતી
સાહિન-