Site icon Revoi.in

નવરાત્રીના પહેલા દિવસે પાવાગઢમાં લાગી ભક્તોની ભીડ, ચાર લાખ માઇભક્તોએ કર્યા દર્શન

Social Share

વડોદરા: જ્યારે પણ નવરાત્રીનો માહોલ હોય ત્યારે ગુજરાત તથા દેશના દરેક યાત્રાધાનમાં ભક્તોની એવી ભીડ જોવા મળે કે જોઈને સૌ કોઈ થોડી વાર તો ચોંકી જ જાય. આવામાં જોવા કરવામાં આવે પાવાગઢની એટલે કે માતા મહાકાળીની તો પાવાગઢના મંદિરમાં નવરાત્રીના પહેલા જ દિવસે ચાર લાખ જેટલા ભક્તોએ દર્શન કર્યા છે.

વધુ જાણકારી અનુસાર, પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલ હિન્દુ ધર્મના શક્તિપીઠો પૈકીનું એક શક્તિપીઠ કે જ્યાં સાક્ષાત મહાકાળીમાં બિરાજમાન છે. જેના ચરણોમાં માથું નમાવી આશીર્વાદ લેવા દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. પહેલા નોરતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લાખોની સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.મંદિર ટ્રસ્ટ દ્વારા સવારે 4 કલાકે મંદિરના નિજ દ્વાર ખુલ્લા મુકાયા હતા.

સવારે 9 સુધીમાં જ દોઢ લાખ ઉપરાંત ભક્તોએ દર્શન કરી લીધા હતા અને મોડી સાંજ સુધી 4 લાખને આંકડો પાર કરી ગયો હતો .2 હજાર લોકો એક સાથે દર્શન કરી શકે તેવું વિશાળ પરિસર બન્યું હોઇ અહી લાખોની સંખ્યામાં આવેલ દર્શનાર્થીઓને સરળતા રહી હતી.નવરાત્રી દરમિયાન પાવાગઢ તળેટીથી માંચી જતા વાહનો માટે ખાનગી વાહનો માટે પ્રતિબંધ ફરમાવ્યો છે .આથી એસટી વિભાગ દ્વારા 50 બસો મુકાઇ છે.જેથી અહીં આવતા યાત્રાળુઓને માચી સુધી પહોંચવા મુશ્કેલીઓ ન પડે માચી થઈ ચાલતા અને રોપ – વેના બંને માર્ગો ઉપર ભક્તોની ભીડ જોવા મળી હતી.