Site icon Revoi.in

અંબાજી જતા હાઈવે પર અમીરગઢ પાસે વરસાદ અને પવનને લીધે સેવા કેમ્પના મંડપો તૂટી પડ્યા

Social Share

અંબાજીઃ ભાદરવી પૂનમના મેળામાં આ વખતે લાખોની સંખ્યામાં યાત્રિકો અંબાજી પહોચ્યાં છે. આજે શુક્રવારે ભાદરવી પૂનમના મહા મેળાનો છેલ્લો દિવસ છે. અને અંબાજી આવતા તમામ રસ્તાઓ પર પદયાત્રિકોની  વણઝાર જોવા મળી રહી છે. તમામ રસ્તાઓ પર ઠેર ઠેર સેવા કેમ્પ જોવા મળી રહ્યા છે. ગુરૂવારે વાતાવરણમાં એકાએક પલટો આવતા કેટલાક રસ્તાઓ પર સેવા કેમ્પના મંડપો તૂટી પડ્યા હતા. અમીરગઢ આબુરોડ અંબાજી તરફ જતા માર્ગ ઉપર ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડતા કેટલાક કેમ્પના મંડપ તૂટી પડ્યા હતા.

યાત્રાધામ અંબાજીમાં છેલ્લા ચાર દિવસમાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા. આજે ભાદરવી પૂનમ હોવાથી માતાજીના દર્શન માટેનું વિશેષ મહાત્મ્ય હોવાથી લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડશે. અંબાજી તરફ આવતા તમામ રસ્તાઓ પર પદયાત્રિકોની વણઝાર જોવા મળી રહી છે. હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઇભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે. ઘણા યાત્રિકો માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરવા આવી રહ્યા છે. દર્શન કરીને પરત ફરતા માઇભક્તોના કપાળે કુમ કુમ તિલક, હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોષ જોવા મળી રહ્યો છે. રસ્તે ચાલતા માઇભક્તો દાતા અંબાજી વચ્ચે માનવ સાંકળ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અંબાજી જતા માર્ગો પર ઠેર ઠેર જગ્યાએ માર્ગો પર અનેક સેવા કેમ્પો આવેલા છે પદયાત્રીઓ માટે ચા પાણી નાસ્તો જમવાનું સહિત પગની માલિશ પણ સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવી રહી છે જેમાં ઈકબાલગઢ અમીરગઢ આબુરોડ અંબાજી જતા માર્ગ પર પણ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ગુરૂવારે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદ વરસતા કેમ્પોના ટેન્ટ તૂટી પાડ્યા હતા. ભારે ઉકાળા અને બફારા બાદ વરસાદ વરસતા ચોતરફ ઠંડક પ્રસરી ગઈ હતી.

અંબાજી આવતા માર્ગો વરસાદને લીધે ભીંજાઈ ગયા હતા. જેમાં અમીરગઢ હાઈવે પર વરસાદ અને ભારે પવન ફૂંકાતા સેવા કેમ્પના મંડપો પણ તૂટી પડ્યા હતા. જો કે સેવાભાવી લોકોએ ઉપીવાર મંડપો ઊભા કરીને યાત્રિકોની સેવામાં લાગી ગયા હતા.