દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે દેશમાં વધતી મોંઘવારીને લઈને જનતાની મુશ્કેલીઓ વધી છે. મોંધવારી દર મે મહિનામાં વધીને 6.3 ટકા ઉપર પહોંચ્યો છે. આ મુદ્દે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરએ મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કર્યાં હતા. તેમજ ટ્વીટર મારફતે મોંઘવારીના આંકડા શેર કરીને તેના માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારાને જવાબદાર ગણાવી છે.
તેમણે ટ્વીટ કર્યું હતું કે, જથ્થાબંધ સૂચકાંક મોંઘવારી 12.94 ટકા, સીપીઆઈ મોંઘવારી 6.3 ટકા, શું તમે જાણવા માંગો છે કેમ, તેમણે લખ્યું છે કે, ઈંધણ અને વીજળી મોંઘવારી 37.61 ટકા પર છે. દરરોજ પટ્રોલ-ડિઝલની કિંમત વધારતા પીએમ મોદીને અભિનંદન. પર્વ નાણામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખાદ્ય મુદ્રસ્ફિતી 6.3 ટકા થઈ ગઈ છે.
ખાદ્ય સામગ્રીના ભાવમાં મે મહિનામાં વધારો થયો છે. જે આરબીઆઈના સંતોષજનક સ્તરથી વધારે છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા અનુસાર સીપીઆઈ આધારિત મુદ્રાસ્ફિતિ એપ્રિતમાં 4.23 ટકા હતી.
એનએસઓના આંકડા અનુસાર ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર મે મહિનામાં 5.01 ટકા હતો. જે ગયા મહિનાના 1.98 ટકાથી વધારે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે છેલ્લા એક વર્ષથી લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ પેટ્રોલ-ડિઝલમાં સતત ભાવ વધારાની સાથે જીવનજરૂરી ચીજવસ્તુઓમાં થઈ રહેવા ભાવ વધારાને કારણે લોકોના ઘરના બજેટ ખોરવાયાં છે. જો કે, કોરોનાના કેસ ઘટતા ફરીથી શરતોને આધીન વેપાર-ધંધા શરૂ થઈ રહ્યાં છે. પરંતુ હજુ લોકોની આર્થિક મુશ્કેલીમાં ઘટાડો થયો નથી.