Site icon Revoi.in

આતંકવાદના મુદ્દે એસ.જયશંકરે પાકિસ્તાન અને ચીનની સાથે યુએનને આડેહાથ લીધું

Social Share

મુંબઈઃ આતંકવાદ વિરોધી સમિતિની યુએનએસસીની વિશેષ બેઠક દરમિયાન, વિદેશ પ્રધાન એસ જયશંકરે આતંકવાદ મુદ્દે ચીન, પાકિસ્તાન તેમજ સંયુક્ત રાષ્ટ્રની ટીકા કરી હતી. જયશંકરે યુએન પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, જ્યારે આતંકવાદને કાબૂમાં લેવાની વાત આવે છે ત્યારે તે રાજકીય કારણોસર કાર્યવાહી કરવામાં અસમર્થ છે. જયશંકરે હાફિઝ સઈદના પુત્રને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના માર્ગમાં અડચણ ઉભી કરવા મુદ્દે ચીન અને યુએન સામે આકરા પ્રહાર કર્યાં હતા.

ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં પાકિસ્તાનમાં છુપાયેલા લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને બચાવ્યા હતા. લશ્કરના આતંકવાદી હાફિઝ તલ્હા સઈદ પર પ્રતિબંધ લગાવવાના માર્ગમાં ચીને અવરોધો ઊભા કર્યો હતો. ભારત અને અમેરિકા દ્વારા તેમને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના યુએનએસસીમાં લાવવામાં આવેલા ઠરાવને ચીને વીટો પાવર વાપરીને અડચણ ઉભી કરી હતી. દરમિયાન

UN પર પ્રહાર કરતા જયશંકરે કહ્યું, “જ્યારે અમુક આતંકવાદીઓને પ્રતિબંધિત કરવાની વાત આવે છે, ત્યારે કેટલાક કિસ્સાઓમાં યુએન સુરક્ષા પરિષદ રાજકીય કારણોસર કાર્યવાહી અસમર્થ છે. તે આપણી સામૂહિક વિશ્વસનીયતા અને હિતોને નબળી પાડે છે.

જયશંકરે કહ્યું, “આતંકવાદ માનવતા, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો છે. અમે આજે પીડિતોનો અવાજ સાંભળ્યો છે. તેમના નુકશાન અનેક ગણુ મોટુ છે, આપણે આ આઘાતને યાદ રાખીને આતંકવાદ અને આરોપીઓને ન્યાયના કઠેડા લાવવાના અમે સતત પ્રયાસ કરી રહ્યાં છીએ. વિદેશ મંત્રી જયશંકરે બેઠકમાં ભાગ લેનારા દેશોના રાજદૂતોને સંબોધતા કહ્યું કે, “અહીં તમારી હાજરી આતંકવાદના સામાન્ય ખતરા સામે લડવા માટે તમારી અને તમારા દેશની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”