Site icon Revoi.in

શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, વહેલી સવારથી જ શિવમંદિરમાં ભક્તોની ભીડ

Social Share

રાજકોટ : આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર રહેલો છે ત્યારે શિવ મંદિરોમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી આવ્યા છે. રાજ્યમાં આવેલા શિવાલયો બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે શ્રાવણના સોમવારનું અનેરું મહત્વ રહેલું છે જેમા ભગવાની શિવ અને માતા પાર્વતિની પૂજા અર્ચના કરાઈ છે આજે શ્રાવણનો છેલ્લો સોમવાર રહેલો છે ત્યારે સોમવાર અને શ્રાવણ મહિનાની પૂર્ણાહૂતિનો અનોખો સંયોગ જોવા મળશે.

શિવાલયોમાં સમગ્ર મહિના દરમિયાન અને ખાસ કરીને દર સોમવારના ભક્તોની ભારે ભીડ જામી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના શિવાલયોમાં શિવલિંગને વિવિધ શણગાર કરાયો હતો. શિવમંદરોને પણ શણગારવામાં આવ્યા હતા. ભક્તોએ દૂધ અને બિલિપત્ર સહિતના દ્વવ્યોથી શિવલિંગને અભિષેક કરીને મહાદેવને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો.

સોમવારે શિવ પૂજાને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જો કોઈ બેરોજગારી કે વેપારમાં ખોટ જેવી સમસ્યાથી પરેશાન છે તો સોમવારના દિવસે કોઈપણ શિવાલયમાં જઈને નાનકડો ઉપાય કરી લો. થોડાક જ દિવસમાં શિવજીની કૃપાથી બધી સમસ્યાઓ દૂર થશે અને દરેક કાર્યમાં સફળતા મળવા માંડશે.

શિવ મહાપુરાણ અને હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન શિવને સૌથી વધુ ફક્ત જળ જ પ્રિય છે. તેથી આ દિવસે શિવજીનો જળથી એક ઉપાય કરવો જોઈએ. આ માટે સોમવારના દિવસે સાચી શ્રદ્ધા અને સમર્પણ સાથે પોતાની ઈચ્છા પૂર્તિ માટે શિવ મંદિરમાં શિવલિંગને સારી રીતે શુદ્ધ જળથી ધોઈને સાફ કરી લો.

ત્યારબાદ મહામૃત્યુંજય મંત્ર – ૐ ત્ર્યમ્બકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બન્ધનાન મૃત્યોર્મૃક્ષીય મામૃતાત.. આ મંત્ર નો 108 વાર જાપ કરતા શિવલિંગનુ ગંગાજળ મિશ્રિત જળથી સતત ધાર કરતા અભિષેક કરો. ધ્યાન રાખો કે આ પ્રયોગ કરતી વખતે તમને કોઈ રોકે ટોકે નહી અને તમે પણ કોઈની સાથે વાત ન કરશો અને કોઈ કંઈ પુછે તો જવાબ ન આપશો. ફક્ત તમારુ કામ કરતા રહો.