રાજકોટ:વધતી જતી મોંઘવારી એ આપણા દેશની સૌથી ગંભીર સમસ્યા છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવોમાં થતા બેફામ વધારાથી આજે સામાન્ય માનવીઓ ખૂબ પરેશાન છે.જેને પગલે ગુજરાતમાં ઠેર-ઠેર કોંગી કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા હોય છે.
રાજકોટ કોંગ્રેસ દ્વારા મોંધવારી,બેરોજગારી, ડ્રગ્સ અને ઈ-મેમોના વિરોધમાં ચૌધરી હાઈસ્કૂલ ચોકથી વિશાળ રેલી યોજી હતી આ સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.આવેદન આપતી વેળાએ મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા.શહેરના ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ થી કલેકટર કચેરી સુધી ગુજરાત પરિવર્તન યાત્રા યોજાઈ હતી.
નોંધનીય છે કે, આ પરિવર્તન રેલીમાં લલિત વસોયા, ચિરાગ કાલરીયા, હર્ષદ રિબડીયા સહિતના ધારાસભ્યોની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જયારે રેલીમાં ધારાસભ્ય લલિત કગથરા, પિરજાદા ના સમર્થકો, નૌશાદ સોલંકી, ઋત્વિજ મકવાણા સહિતના ધારાસભ્યો અને તેમના સમર્થકો હાજર રહ્યા હતા. આ રેલીમાં ચૌધરી હાઈસ્કૂલ ચોકથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અનેપગપાળા ચાલી કલેકટર કચેરીએ રૂબરૂ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.