આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે અદાણી ગ્રુપની ઈલેકટ્રીક વાહન ચાલકોને અનોખી ભેટ, ચાર્જીંગ સ્ટેશન પર ઈ-વાહનમાં ફ્રીમાં રિચાર્જ કરી અપાશે
અમદાવાદઃ ઈલેક્ટ્રીક વાહનોના ચાલકોને ચાર્જીંગ સ્ટેશન પર રિચાર્જ માટેના ચાર્જથી આઝાદી આપવાનો અદાણી ટોટલ ગેસ લીમિટેડ દ્આવારા નિર્ણય કર્વાયો છે. ATGL તરફથી ગ્રાહકોના ફાયદા સાથે પર્યાવરણલક્ષી આયોજન કરવામાં આવ્યું છે. ATGL કંપની દ્વારા નિર્ધારીત ચાર્જિંગ સ્ટેશનો પર વાહનચાલકોને વિનામુલ્યે ઈલેક્ટ્રીક રિચાર્જ પુરુ પાડવામાં આવશે. આઝાદીના અમૃતપર્વના ઉપલક્ષમાં શરૂ કરાયેલી આ વિશેષ સેવા 24 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.
ગુજરાતમાં પાટનગર ગાંધીનગર અને અમદાવાદ તેમજ મેંગલુરૂના જેવા સ્થળોએ લોકો આ સુવિધાનો લાભ લઈ શકશે. ભારતની આઝાદીના અમૃત મહોત્સવને ATGL અનોખી રીતે મનાવી રહ્યું છે. વાહનચાલકોને અદાણી ટોટલ ગેસના લીમીટેડના ઈલેક્ટ્રીક ચાર્જીંગ સ્ટેશન પર વિનામૂલ્યે વાહનોનું રિચાર્જ કરી આપવામાં આવશે. વધુમાં વધુ લોકો ઈલેક્ટ્રિક વાહનોના વપરાશ તરફ વળે અને ઝીરો રિચાર્જનો લાભ વધુને વધુ ગ્રાહકો સુધી પહોંચે તેવો આ મુહિમ પાછળનો ઉદ્દેશ છે.
વિનામૂલ્યે રિચાર્જ માટેના ઉપલબ્ધ સ્ટેશનોની વાત કરીએ તો, અમદાવાદમાં મણીનગર CNG સ્ટેશન (2W, 3W and 4W),
એરપોર્ટ (4W), ગાંઘીનગરની GIFT સીટી(4W) અને મેંગ્લોર એરપોર્ટ (4W), પર ઉપલબ્ધ રહેશે. આ માટે ગ્રાહકોને ATGL-EV
એપ ડાઉનલોડ કરી તેમાં લોગ-ઈન કરવાનું રહેશે.
દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઓછી કરવા ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થઈ રહ્યો
છે. હવાનું પ્રદુષણ ઘટે તથા બેટરી સંચાલીત વાહનો લોકોમાં પ્રચલિત થાય તે હેતુથી બેટરી સંચાલિત વાહનોના વપરાશને વેગ
આપવામાં આવી રહ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય વાહનચાલકોમાં ઈલેક્ટ્રિક વાહનો તરફનો ઝૂકાવમાં નોંધપાત્ર વધારો થયો છે. 2030 સુધીમાં ભારત
EV ઉદ્યોગમાં અંદાજીત 30% હિસ્સો મેળવવાનું લક્ષ્યાંક ધરાવે છે. તેથી આગામી સમયમાં ભારતમાં ઈલેક્ટ્રીક વાહનધારકોની
સંખ્યામાં વધારો અને તેને લીધે થતા પ્રદૂષણમાં ઘટાડો થશે તેમાં કોઈ શંકા નથી.