Site icon Revoi.in

પાવાગઢમાં દિવાળીના પર્વ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર કરાયો

Social Share

અમદાવાદઃ દિવાળીના પર્વનો પ્રારંભ થઈ ગયો છે અને મોટી સંખ્યામાં શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકો તહેવારોની ઉજવણી કરવા માટે પોતાના ગામ તરફ પરત ફરી રહ્યાં છે. દરમિયાન દિવાળીના તહેવારોમાં ધાર્મિક સ્થળો ઉપર ભક્તોની ભારે ભીડ થવાની આશા છે. રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં માતાજીના દર્શન માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં શ્રદ્ધાળુઓને યોગ્ય સુવિધાઓ મળી રહે તેનું આયોજન કરવામાં આવ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને તા. 15મી નવેમ્બર સુધી પાવાગઢ મંદિરના દર્શનના સમયમાં ફેરપાર કરવામાં આવ્યા છે. 15મી નવેમ્બરના રોજ સવારે 5 વાગે ભક્તો માટે દર્શન અર્થે ખુલશે. આ ઉપરાંત સાંજના 7.30 કલાકે મંદિર બંધ કરવામાં આવશે. દિવાળીના તહેવારોમાં પાવાગઢ સહિતના ધાર્મિક સ્થળો ઉપર દર્શન માટે સમયમાં ફેરફાર કરવામાં આવ્યાં છે.

અંબાજી મંદિરમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તારીખ 14 નવેમ્બરને બેસતા વર્ષના દિવસે સવારે 6 વાગ્યે મંગળા આરતી તથા માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવશે. જ્યારે, તારીખ 15 નવેમ્બરથી 18 નવેમ્બર, લાભ પાંચમ સુધી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ મંગળા આરતી સવારે 6:30 કલાક થી 7:00 કલાક દર્શન સવારે, 7:00 કલાક થી 11:30 કલાક, રાજભોગ બપોરે 12 કલાકે તેમજ બપોરના દર્શનનો સમય 12:30 થી 4:15 કલાક અને સાંજ આરતી નો સામય 6:30 કલાક થી 7:00 કલાક વાગ્યા સુધી રહેશે. ઉપરાંત સાંજે 7 થી 9 કલાક સુધી દર્શન કરી શકાશે. તારીખ 19 નવેમ્બરથી અંબાજીમાં મંદિર તેમજ દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.