Site icon Revoi.in

હનુમાન જ્યંતિની ઉજવણી પ્રસંગ્રે સમગ્ર દેશમાં એલર્ટ, કેન્દ્ર સરકારની નજર

Social Share

નવી દિલ્હીઃ દેશમાં 30 માર્ચના રામનવમીના દિવસે કેટલાક રાજ્યોમાં હિંસા ભડકી હતી. પશ્ચિમ બંગાળ અને બિહારમાં પરિસ્થિતિ વણસી હતી. હિંસામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં છે. તોફાનીઓએ અનેક વાહનો અને દુકાનો-ઘરમાં તોડફોડ કરી હતી. આજે સમગ્ર દેશમાં હનુમાન જ્યંતિની ઉજવણી કરવામાં આવી રહી છે અને તમામ સ્થળો ઉપર એલર્ટ રહેવાના આદેશ કરાયાં હતા. કેન્દ્ર સરકાર પણ ખાસ નજર રાખી રહી છે. કેન્દ્ર સરકારે તેમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત કરવા સુચન કર્યું હતું. જ્યાં જ્યાં 144 કલમ લગાવવામાં આવી છે ત્યાં શોભોયાત્રા નીકાળવા દેવામાં ના આવે.

દેશભરમાં આજે હનુમાન જયંતિ મનાવવામાં આવી રહી છે ત્યારે વિતેલા દિવસે સરકાર પણ એલર્ટ મોડમાં આવી છે. રામ નવમીના અવસર પર અનેક રાજ્યોમાં હિંસા બાદ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે હનુમાન જયંતિને લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. સરકાર દ્રારા જાહેર કરાયેલ એડવાઈઝરીમાં ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને હનુમાન જયંતિને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવા જણાવ્યું છે. આજે 6 એપ્રિલે દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે.

“ગૃહ મંત્રાલયના કાર્યાલયે ટ્વિટ કર્યું છે અને કહ્યું છે કે  રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા જાળવવા, તહેવારનું શાંતિપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવા અને સમાજમાં સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓ પર તકેદારી રાખવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રામ નવમીના દિવસે 30 માર્ચે પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત ઘણી જગ્યાએ હિંસા જોવા મળી હતી. બંગાળ અને બિહારમાં સ્થિતિ વધુ ખરાબ છે. હિંસાને ધ્યાનમાં રાખીને મંત્રાલયે તમામ રાજ્યોને હનુમાન જયંતિની તૈયારીઓ અંગે એડવાઈઝરી જારી કરી છે.