કચ્છીઓના નવા વર્ષને લઈને પીએમ મોદીએ કચ્છી ભાષામાં ટ્વિટ કરીને શુભકામના પાઠવીઃ કલા અને સાંસ્કૃતિ વારસાનો ઉલ્લેખ કર્યો
- કચ્છીઓના નવા વર્ષે પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ
- કચ્છી ભાષામાં કર્યું ટ્વિટ
અમદાવાદઃ- અષાઢી બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ કહેવાય છે. ચાતુર્માસનો આરંભ પણ આ મહિનામાં જ થાય છે. અષાઢ મહિનાનું હિદું ધર્મમાં ઘણુ મહત્વ હોય છે આ સાથએ જ આજના આ દિવસે ભારતના કચ્છ જીલ્લાના કચ્છી લોકોના નૂતન વર્ષનો આરંભ પણ થાય છે, આજે કચ્છીઓનું નવુ વર્ષ કહેવાય છે.
કચ્છીઓના નવા વર્ષ નિમિત્તે દેશના પ્રધાનમંત્રી મોદીએ કચ્છી ભાષામાં એક ટ્વિટ કરીને કચ્છીલોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કચ્છી નયે વરે – અષાઢી બીજ જો મેડે કચ્છી ભા ભેણે કે મુંજી લખ લખ વધાઈયું કચ્છજી ભાતીગળ કલા અને સાંસ્કૃતિક વારસેજો જતન કરીધલ કચ્છજી ખડતલ ખમીરવંતી પરજા ડેસ અને પરડેશ મેં વસધલ કચ્છી ભા ભેણે કે મું તરફ થી નયે વરે જા રામ રામ.
કચ્છી નયે વરે – અષાઢી બીજ જો મેડે કચ્છી ભા ભેણે કે મુંજી લખ લખ વધાઈયું
કચ્છજી ભાતીગળ કલા અને સાંસ્કૃતિક વારસેજો જતન કરીધલ કચ્છજી ખડતલ ખમીરવંતી પરજા ડેસ અને પરડેશ મેં વસધલ કચ્છી ભા ભેણે કે મું તરફ થી નયે વરે જા રામ રામ.
— Narendra Modi (@narendramodi) July 12, 2021
આમ કચ્છી ભાષામાં પીએમ મોદીએ કલા અને સાંસ્કૃતિક વારસાનો પમ ઉલ્લેખ કર્યો છે, કચ્છ કે જે દેશના છેવાડે આવેલ પ્રદેશ છે જ્યાના લોકો આજે પોતાના નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે તેમના આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે કચ્છ એટલે એવો વિસ્તાર છે કે જ્યાની ભરત કામની કલા દેશ વિદેશમાં જાણીતી છે અહી દરવર્ષે રણોત્સવની ઉજવણી પર કરવામાં આવે છે જ્યા એક્ઝિબેશનમાં ક્ચ્છી કલાનું પ્રદર્શન યોજાય છે.