Site icon Revoi.in

નવરાત્રીને લઈને રેલ્વે વિભાગે યાત્રીઓ માટે ખાસ ભોજનની વ્યવસ્થા કરી – યાત્રીઓને ટ્રેનમાં મળશે ફરાળી ભોજન

Social Share

આજથી નવરાત્રીનો આરંભ થી ચૂક્યો છે ત્યારે આ નવ દિવસ ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે જ્યઆરે યાત્રીઓ નવ દિવસ દરમિયાન ટ્રેનમાં યાત્રા કરતા હો. ત્યારે તેમને ભોજનની અગવડ પડતી હોય છે જો કે હવે ઈન્ડિયન રેલ્વે વિભઆહે નવરાત્રીમાં ઉપવાસ કરતા યાત્રીઓ માટે ખઆસ વ્યવસ્થા કરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રેલ્વે વિભાગ દ્રારા ટ્રેનમાં હવે ઉપવાસ કરતા યાત્રીઓને ફરાળી ભોજન પીરસવામાં આવશે, રેલવેના આ નિર્ણયના  આ ખાસ પર્દવ પર સાત્વિક અને  સ્વચ્છ  ભોજન મેળવી શકશો આ મેનૂ હેઠળ ઑફર પરની વસ્તુઓ સોમવાર આજથી એટલે કે 26 સપ્ટેમ્બર, 2022થી ઑક્ટોબર 5, 2022 સુધી  યાત્રીઓને ઉપલબ્ઘ કરવામાં આવશે.

જાણકારી મુજબ  આ ભોજનની થાળી  કિંમત 99 રૂપિયાથી 459 રૂપિયા સુધીની છે. મેનુમાં સાબુદાણા ખીચડીથી લઈને સતીફલ ખીર, દહી પરાઠા પણ મળશે. આ ઉપરાંત મખમલી પનીર, મલાઈ કોફ્તા, આમલીની ચટની, સિંઘડા આલૂ પરાઠાનો સ્વાદ પણ યાત્રીઓ માણી શકશે.

ફરાળી ભોજન મેળવવા યાત્રીઓ એ કરવું પડશે આટલું

ટ્રેનમાં નમુસાફરી કરતા ઉપવાસ વાળા યાત્રીઓએ ફરાળી ભોજન મેળવવા ઓન ટ્રેક મોબાઈલ એપ દ્વારા  ઓર્ડર આપવો પડશે. આ ઉપરાંત, તમે IRCTCની સત્તાવાર વેબસાઇટ – ecatering.irctc.co.in પર જઈને અથવા 1323 પર કૉલ કરીને આ વસ્તુઓનો ઓર્ડર આપી શકશો.

કયા કયા સ્ટેશનો પર મળશે આ સુવિધા જાણો

દેશના 78 રેલવે સ્ટેશનો પર નવરાત્રી સ્પેશિયલ થાળીની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, અમૃતસર, ભોપાલ, વડોદરા, મુંબઈ, બેંગ્લોર જેવા અનેક સ્ટેશનો પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. મળતી માહિતી મુજબ, આ ફૂડ ડુંગળી-લસણ વગરનું હશે અને તે ઉપવાસમાં ખાઈ શકાય તે નમક નાખીને બનેલું હશે.