ભારતીય સેનાએ નવા વર્ષ નિમિત્તે પાકિસ્તાની સેનાને મીઠાઈ આપી શુભકામના પાઠવી
દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં નવા વર્ષનું 2022 ધામધૂમતી સ્વાગત કર્યું હતું. નવા વર્ષના પ્રસંગ્રે ભારતીય સેને ફરી એકવાર પડોશી દેશ પાકિસ્તાન સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાન સેનાને નવા વર્ષે મીઠાઈ આપી હતી. પાકિસ્તાન આર્મીએ પણ ભારતીય જવાનોએ મીઠાઈ આવીને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. તેમજ ભારતીય સેનાએ પાકિસ્તાન સેના સાથે નિયંત્રણ રેખા પર શાંતિ જાળવી રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ભારતીય સેનાએ ચીલેહાણા-તિથવાલ ક્રોસિંગ પોઈન્ટ પર પાકિસ્તાની સેનાને નવા વર્ષની મીઠાઈઓ આપી છે. આ દરમિયાન, ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પર શાંતિ જાળવવાની તૈયારી દર્શાવતા પાકિસ્તાનને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
ભારતીય સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય સેના આ ક્ષેત્રમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે વર્ષોથી આવા સદ્ભાવના પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે, આવા પ્રયાસોનો ઉદ્દેશ્ય પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય સંબંધોને મધુર અને મજબૂત બનાવવાનો છે. જેનાથી પ્રદેશમાં શાંતિ સુનિશ્ચિત કરી શકાય.
ભારતીય સેનાના એક અધિકારીએ કહ્યું કે નવા વર્ષ પર પાકિસ્તાની સેનાને મીઠાઈ આપવાનો ધ્યેય જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવી રાખવાનો અને વિસ્તારને વિકાસની દિશામાં આગળ વધારવાનો છે. બંને સેનાઓ વચ્ચે યુદ્ધવિરામની સ્થિતિને આગળ વધારવામાં મદદ કરશે.