રક્ષાબંઘન અટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર દેશભરમાં બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંઘીને તેની રક્ષાની પ્રાર્થના કરે છે જો કે કદાચ આ વાત જાણીને તમને આશ્ચર્ય લાગશે કે ભારતમાં જ એક એવું ગામ છે કે જ્યાં કોી બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાઁઘતી નથી અહી આ ભાઈ બહેનના પવિત્ર તહેવાર પર ભાઈના હાથની કલાી રાખડી વગરની ખાલી જ જોવા મળે છે,તો ચાલો જાણીએ આ પાછળ શું કારણ છે.
આ ગામની જો વાત કરીએ તો આ ગામ ઉત્તરપ્રદેશમાં આવેલું છે. ગાઝિયાબાદના મુરાદનગરના એક ગામમાં ઉજવવામાં આવે છે જ્યાં રક્ષાબંધનને ‘કાળો દિવસ’ માનવામાં આવે છે અને કોઈ બહેન તેના ભાઈને રાખડી બાંધતી નથી.ગામના વડીલોએ આજદિન સુધી આ તહેવાર ઉજવ્યો ન હતો અને તેમના બાળકોને પણ સમજાવ્યા હતા.
આ ગામનું નામ સુરાણા છે. આ ગામમાં રક્ષાબંધન પર પણ ભાઈઓની કલાઈ ખાલી જોવા મળે છે અને બહેનોને કોઈ ભેટ મળતી નથી. એવું માનવામાં આવે છે કે આ કાળા દિવસની વાર્તા બહાદુર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ સાથે જોડાયેલ છે.