ઉનાળાની ગરમી વધતાની સાથે જ પ્રવાસીઓને એવા સ્થળ વધારે પસંદ આવવા લાગે છે કે જ્યાં તેમને ઠંડકનો અહેસાસ થાય અથવા દરિયાકિનારે ફરવા મળે. આવામાં જો જે પ્રવાસીનો પ્લાન હોય કે તેને આ ગરમીમાં દરિયાકિનારાના સ્થળોએ ફરવું છે તો તેના માટે આ સ્થળો બેસ્ટ સાબિત થઈ શકે છે.
આ યાદીમાં પહેલા નંબર પરનું સ્થળ છે ચેન્નાઇનો ઇલિયટ બીચ – ચેન્નાઇનો ઇલિયટ બીચ ખૂબ જ સુંદર અને લોકપ્રિય છે. તમે અહીં તમારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો. તે ચેન્નાઈથી લગભગ 14 કિમીના અંતરે છે. તમે અહીં આ બીચની નજીક સ્થિત ઘણા મંદિરોની પણ મુલાકાત લઈ શકો છો.
આ પછી જો વાત કરવામાં આવે તો કોચી પણ સારી એવી જગ્યા છે. કોચી – દક્ષિણ ભારતમાં આ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. તમે અહીં એકલા અથવા તમારા પરિવાર સાથે જવાનો પ્લાન બનાવી શકો છો. કોચીમાં તમે ચેરાઈ બીચ, સેન્ટ ફ્રાન્સિસ સીએસઆઈ ચર્ચ અને મટ્ટનચેરી પેલેસ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.
રામકૃષ્ણ બીચ – જો તમને બીચ પર જવાનું પસંદ છે તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. વિશાખાપટ્ટનમનો રામકૃષ્ણ બીચ ખૂબ જ સુંદર છે, તમે અહીં સૂર્યાસ્તનો સુંદર નજારો માણી શકો છો. તેની નજીક સ્થિત ઘણા મંદિરોની મુલાકાત પણ લઈ શકાય છે.