1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના એસજી હાઈવે પર નબીરાઓએ કારની રેસ કરીને કર્યા સીનસપાટા,
અમદાવાદના એસજી હાઈવે પર નબીરાઓએ કારની રેસ કરીને કર્યા સીનસપાટા,

અમદાવાદના એસજી હાઈવે પર નબીરાઓએ કારની રેસ કરીને કર્યા સીનસપાટા,

0
Social Share
  • સોશ્યલ મીડિયામાં વિડિયો વાયરલ થયાં બાદ ક્રાઈમ બ્રાન્ચે બેને દબોચ્યા,
  • અન્ય નબીરાઓને પકડવા દોડધામ,
  • પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવ્યા

અમદાવાદઃ શહેરમાં સિન્ધુભવન, એસ જી હાઈવે પર રાતના સમયે નબીરાઓ મોંધીદાટ કારના કાફલા સાથે રેસ કરીને સીનસપાટા કરતા હોય છે. તાજેતરમાં ગાંધીનગરમાં ‘આઈકોનિક રોડ’ પર 20થી વધુ નબીરાઓએ 10થી વધુ ફોર્ય્યુનર, સ્કોર્પિયો, બીએમડબ્લ્યુ જેવી લકઝુરિયસ કારના કાફલા સાથે પૂરઝડપે કાર ચલાવીને સાનસપાટા કરીને રોડ માથે લીધો હતો. અને એનો વિડિયો પણ વાયરલ થયા હતા, ત્યારબાદ અમદાવાદમાં એસપી રિંગ રોડ અને એસજી હાઈવે પર પણ નબીરાઓએ લકઝરી કારોને પૂરફાટ ઝડપે દોડાવીને સીનસપાટા કર્યા હતા. તેનો પણ સોશ્યલ મીડિયામાં વિડિયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન શહેર ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવીના કૂટેજ મેળવીને બે નબીરાને દબોચી લીધા હતા. જ્યારે અન્ય નબીરાઓને પકડવા પોલીસ દોડધામ કરી રહી છે.

અમદાવાદ શહેરના એસપી રિંગ રોડ અને એસજી હાઇવે પર નબીરાઓએ લકઝરી કારો પૂરફાટ ઝડપે દાડાવીને રેસ કરી હતી. અને સીનસપાટા કર્યા હતા. પૂરફાટ ઝડપે કારોની રેસ લગાવતા અન્ય વાહનચાલકો પણ ભયભીત બન્યા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જોકે વાઈરલ વીડિયોને પગલે પોલીસે બે નબીરાને દબોચી લીધા છે, જ્યારે અન્યને પકડવા તજવીજ હાથ ધરી છે.

શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના એસપી રિંગ રોડ અને સરખેજ-ગાંધીનગર હાઈવે પર કારની રેસ લગાવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડિયોમાં દેખાય છે કે, એક કારની પાછળ બીજી કારો જોડાતી જાય છે અને કેટલાક લોકો પોતાના રૂપિયાનો રૂઆબ બતાવવા માટે એક પછી એક કારના કાફલા સાથે જોડાયા હતા, આ વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ દ્વારા આ વાહનચાલકો અને નબીરાઓને શોધવાની કવાયત હાથ ધરી હતી, જેમાં આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજાને પણ પકડવા માંટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આરોપીઓએ પોતાનું સ્ટેટસ બતાવવા અને વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકવા માટે આ પ્રકારે તાયફો કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાટનગર ગાંધીનગરના ‘આઈકોનિક રોડ’ પર 20થી વધુ નબીરાઓ 10થી વધુ ફોર્ય્યુનર, સ્કોર્પિયો, બીએમડબ્લ્યુ જેવી લકઝુરિયસ કારના કાફલા સાથે પૂરઝડપે કાર ચલાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયોને જોતાં પહેલી નજરે તો કોઈ મંત્રીનો કાફલો જ લાગે, પણ હકીકતમાં આ કાફલો નબીરાઓનો હતો. પાટનગરના રસ્તાઓ પર ધોળે દિવસે જ કાયદાના ધજાગરા ઉડાવી બનાવેલી રીલ્સ વાઈરલ થતાં જ પોલીસ દોડતી થઈ હતી અને ગાડીના નંબરના આધારે નબીરાઓની શોધખોળ શરૂ કરી દીધી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક 7 વાહનના માલિકો સાથે 7 કાર કબજે કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય લોકોની પણ શોધખોળ યથાવત્ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code