દિલ્હીઃ- એશિયન ગેમ્સ 2023 શરુ થઈ જેને આજે છઠ્ઠો દિવસ છે ત્યારે ભારતના નામે વઘુ યએક ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારતને છઠ્ઠા દિવસે શૂટિંગમાં બે મેડલ મળ્યા છે. 50 મીટર રાઇફલ 3 પોઝિશન મેન્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. તે જ સમયે, ભારતે 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. આ સાથે હવે કુલ મેડલની સંખ્યા 27 થઈ ગઈ છે.
ભારત માટે અશ્વરી પ્રતાપ સિંહ તોમર, સ્પિનિલ કુસલે અને અકીરશેઓલને ગોલ્ડને નિશાન બનાવ્યો હતો. ભારતીય શૂટિંગ ટીમે 1769 રન બનાવ્યા હતા. ચીનની ટીમ બીજા ક્રમે રહી હતી. ભારત માટે શૂટિંગમાં આ 15મો મેડલ છે.
https://twitter.com/KirenRijiju
જાણકારી મુજબ અગાઉ ગેમ્સના પાંચમા દિવસ સુધી ભારત છ ગોલ્ડ, આઠ સિલ્વર અને 11 બ્રોન્ઝ સાથે પાંચમા સ્થાને હતું. હવે ભારત પાસે સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 11 બ્રોન્ઝ છે.
એશિયન ગેમ્સમાં ભારતે શૂટિંગમાં નવો ઈતિહાસ રચ્યો છે. ભારતે એશિયાડમાં શૂટિંગ કેટેગરીમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.ભારતને શૂટિંગમાં અત્યાર સુધી 15 મેડલ મળ્યા છે અને અત્યાર સુધી કુલ 28 મેડલ જીત્યા છે.