- ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાશે શાનદાર મેચ
- 10 સપ્ટેમ્બરે યોજાશે ભારત અને પાકિસ્તાનની મેચ
- કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે મેચ
મુંબઈ: ભારતીય ટીમ નેપાળને હરાવીને સુપર 4માં પહોંચી ગઈ છે. હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ટીમો સુપર 4માં ટકરાશે. 10 સપ્ટેમ્બરે ભારતીય ટીમ ફરી એકવાર સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપરહિટ મેચ આર.પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે. લીગ તબક્કામાં રમાયેલી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. પરંતુ હવે નેપાળને 10 વિકેટે હરાવ્યા બાદ સુપર 4 શિડ્યુલમાં ભારતનો મુકાબલો 10 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે થશે.
ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ફરી એકવાર શાનદાર મેચ રમાશે. ચાહકોને ફરીથી મહાજંગ જોવા મળશે. છેલ્લી મેચમાં પાકિસ્તાની બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતની તમામ 10 વિકેટ પાકિસ્તાની ફાસ્ટ બોલરોએ લીધી હતી. હવે આ વખતે જોવાનું એ રહેશે કે ભારતીય બેટ્સમેનો શાહીન આફ્રિદી, હરિસ રઉફ અને નસીમ શાહનો કેવી રીતે સામનો કરી શકશે.
સુપર 4 સ્ટેજ 6 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. પાકિસ્તાન સામેની મેચ બાદ ભારતીય ટીમ સુપર 4માં તેની બીજી મેચ 12 સપ્ટેમ્બરે અને ત્રીજી મેચ 15 સપ્ટેમ્બરે રમવા જઈ રહી છે. સુપર 4માં ભારતીય ટીમ તેની તમામ મેચો કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમશે.
ભારત v/s પાકિસ્તાન – 10 સપ્ટેમ્બર, આર પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો
ભારત v/s B1 – 12 સપ્ટેમ્બર, આર પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો
ભારત v/s B2 – 15 સપ્ટેમ્બર, આર પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો