પીએમ મોદીએ વિશ્વ સિંહ દિવસે સિંહોના નિવાસસ્થાનની સુરક્ષા માટે કામ કરતા લોકોની કરી પ્રશંસા
આજે 10 ઓગસ્ટ એટલે વિશઅવ સિંહ દિવસ, વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ નિમીત્તે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિશ્વ સિંહ દિવસ’ પર આ વન્યજીવના સંરક્ષણ સાથે સંકળાયેલા લોકોને અભિનંદન આપ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહોના નિવાસસ્થાનની સુરક્ષા માટે કામ કરી રહેલા તમામ લોકોના સમર્પણની પ્રશંસા કરી છે.
જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસ છે. વનવિભાગ અને નાગરિકોના સતત પ્રયાસોને પગલે જૂન 2020 સુધીમાં સિંહોની સંખ્યા વધીને 674 થઈ છે. સૌરાષ્ટ્રના લગભગ નવ જિલ્લાઓમાં સિંહોની વસ્તી જોવા મળે છે.
World Lion Day is an occasion to celebrate the majestic lions that captivate our hearts with their strength and magnificence. India is proud to be home to the Asiatic Lions and over the last few years there has been a steady rise in the lion population in India. I laud all those… pic.twitter.com/ohWcPP2Ofe
— Narendra Modi (@narendramodi) August 10, 2023
પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને સિંહ માટે કામ તકરનારા લોકોની પ્રસંશા કરી છે તેમણે કહ્યું કે“વિશ્વ સિંહ દિવસ એ જાજરમાન સિંહોની ઉજવણી કરવાનો પ્રસંગ છે જે તેમની શક્તિ અને ભવ્યતાથી આપણા હૃદયને મોહિત કરે છે. એશિયાઈ સિંહોનું ઘર હોવાનું ભારતને ગર્વ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં સિંહોની વસતીમાં સતત વધારો થઈ રહ્યો છે. સિંહોના રહેઠાણની સુરક્ષા માટે કામ કરનારા તમામ લોકોની હું પ્રશંસા કરું છું. તેઓ આવનારી પેઢીઓ સુધી નિખરે તેની ખાતરી કરીને, આપણે તેમની કાળજી અને રક્ષણ કરવાનું ચાલુ રાખીએ.”
ઉલ્લેખનીય છે કે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દરવર્ષે 10મી ઓગસ્ટે સિંહોના સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતતા ફેલાવવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવશે. ર
રાજ્યકક્ષાની ઉજવણીના મુખ્ય કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌરાષ્ટ્રના દસ જિલ્લાઓની આઠ હજાર, 500થી વધુ શાળાઓમાં કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી “લાયન એન્થમ” અને “સિંહ સૂચના” વેબ એપ લોન્ચ કરવામાં પણ આવશે.