Site icon Revoi.in

વિશ્વ યોગ દિવસે 1.5 લાખથી વધુ લોકો મળીને યોગ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવવા પર પીએમ મોદીએ સુરતને શુભેચ્છાઓ પાઠવી

Social Share

અમદાવાદઃ-  વિતેલા દિવસને 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને જો ભારતની વાત કરીએ તો ગુજરાતમાં સુરત શહેર ખાતે રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જો કે મહત્વની વાત એ હતી કે આ દિવસે સુરત શહેરના 1 લાખ 50 હજારથી વધુ લોકોએ એક સાથે મળીને યોગ કરીને રેકોર્ડ બનાવ્યો હતો.

વર્લ્ડ ગિનિસ રેકોર્ડ બનાવતા પીએમ મોદીએ આ બાબતની ખુશી વ્યક્ત કરી છે અને સુરત શહેરને શુભેચ્છાઓ પાઠવી છે આ સાથે જ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે યોગના એક જ સત્ર માટે એક જગ્યાએ સૌથી વધુ સંખ્યામાં લોકો એકઠા થવા બદલ ગીનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ સુરતને અભિનંદન પાઠવ્યા છે.

જાણકારી પ્રમાણે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના ટ્વીટનો જવાબ આપતાં વડાપ્રધાને ટ્વીટ કર્યું; “અભિનંદન સુરત! એક નોંધપાત્ર સિદ્ધિ.”

ઉલ્લેખનીય છે કે વિતેલી કાલે સુરતના Y-જંકશન પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હાજરીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. એકસાથે અંદાજે દોઢ લાખ જેટલા લોકોએ યોગ કર્યા. વહેલી સવારે 4 વાગ્યાથી જ સુરતીઓએ આવવાનું શરુ કર્યું સુરતના લોકો માટે 250 સ્ક્રીન મૂકવામાં આવી છે.

આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા. વિતેલા દિવસે સોસિયલ મીડિયા પર પણ સુરતના યોગ કરતા વીડિયો છવાયા હતા ત્યારે પીએમ મોદીએ પણ આ દિવસની નોંધ લીઘી અને શુભેચ્છા પાઠવી હતી.