1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ‘વિશ્વ યુવા કૌશલ્ય દિન, વિવિધ નેશનલ કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા યુવાનોને સન્માનિત કરાયા
‘વિશ્વ યુવા કૌશલ્ય દિન, વિવિધ નેશનલ કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા યુવાનોને સન્માનિત કરાયા

‘વિશ્વ યુવા કૌશલ્ય દિન, વિવિધ નેશનલ કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા યુવાનોને સન્માનિત કરાયા

0
Social Share

ગાંધીનગરઃ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા તા. 15 જુલાઈને ‘‘વર્લ્ડ યુથ સ્કીલ ડે’’ -વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. વર્ષ 2024ના વિશ્વ યુવા કૌશલ્ય દિવસની થીમ “શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય” છે કે જે શાંતિ નિર્માણ અને સંઘર્ષના નિરાકરણમાં યુવાનોની નિર્ણાયક ભૂમિકા દર્શાવે છે. વર્લ્ડ સ્કીલ એસોસિયેશન દ્વારા વર્લ્ડ સ્કીલ સ્પર્ધાનું દર બે વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આયોજન થાય છે. જે અનુસંધાને રાજયના યુવાઓમાં કૌશલ્ય શિક્ષણ પ્રત્યે અભિગમ કેળવાય અને રૂચિ વધે તે માટે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રિ ઓફ સ્કીલ ડેવલોપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ મંત્રાલય હસ્તકના નેશનલ સ્કીલ ડેવલેપમેન્ટ કોર્પોરેશન (NSDC), દિલ્હી અને ઈન્ડસ્ટ્રીઝ પાર્ટનરના સહયોગથી રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય  વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન(જી.એસ.ડી.એમ.) દ્વારા ઇન્ડિયા સ્કીલ સ્પર્ધા-2024નું ગુજરાત રાજ્યમાં જિલ્લા લેવલ, ઝોન લેવલ અને રાજ્ય લેવલ એમ ત્રણ લેવલમાં આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય  વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન(જી.એસ.ડી.એમ.) દ્વારા ઇન્ડિયા સ્કીલ સ્પર્ધા-2024નું ગુજરાત રાજ્યમાં જિલ્લા લેવલ, ઝોન લેવલ અને રાજ્ય લેવલ એમ ત્રણ લેવલમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય કક્ષાનાં 23 પસંદગી પામેલા ઉમેદવારો કે જેઓ નેશનલ કક્ષાએ દિલ્હી, કર્ણાટક અને ગુજરાત ખાતે યોજાયેલા અલગ અલગ સ્કીલ સ્પર્ધામાં સહભાગી થયા હતા. રાજ્ય કક્ષામાં ગુજરાતના 02 સ્પર્ધકોને ગોલ્ડ મેડલ, 02 સ્પર્ધકોને સીલ્વર મેડલ, 02 સ્પર્ધકને બ્રોન્ઝ મેડલ તેમજ 07 સ્પર્ધકોને મેડલ ઓફ એક્સેલન્સ એમ કુલ 13 સ્પર્ધકોએ મેડલ પ્રાપ્ત કર્યો છે. રાજ્ય કક્ષાના 23 વિજેતા ઉમેદવારોને શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ચેક અને પ્રમાણપત્ર તથા 12 ઉમેદવારો કે જે નેશનલ કક્ષાનાં વિજેતાઓને મેડલ અને પ્રમાણપ્રત્ર વિતરણ કર્યા હતા

આ પ્રસંગે શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ, શ્રીમતી અંજુ શર્મા, નિયામક, કૌશલ્ય વિકાસ તથા શ્રમ આયુકત, અનુપમ આનંદ, નિયામક, રોજગાર અને તાલીમ,  ગાર્ગી જૈન તથા શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code