- અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા
- રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.5 નોંધાઈ
- લોકો ઘર છોડીને બહાર દોડી ગયા
દિલ્હી:અફઘાનિસ્તાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા,જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.5 નોંધાઈ હતી. ભૂકંપના કારણે લોકોમાં ભયના માહોલ છવાયો હતો. લોકો ઘર છોડીને બહાર ભાગી આવ્યા હતા
પ્રાપ્ત માહિતી મુજબ, યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું હતું કે રવિવારે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. EMSCએ જણાવ્યું કે ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ હતો. શહેરથી લગભગ 33 કિલોમીટર (20 માઇલ) દૂર પશ્ચિમી હેરાત પ્રાંતના એક વિસ્તારમાં રવિવારે સવારે 0336 જીએમટી પર ભૂકંપ આવ્યો હતો, જ્યાં છેલ્લા ઘણા દિવસોથી જોરદાર આફ્ટરશોક્સની શ્રેણીમાં લગભગ 1,000 લોકો માર્યા ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ભૂકંપનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અહીંથી દરરોજ ભૂકંપના સમાચારો આવી રહ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે શુક્રવારે સવારે 6:39 વાગ્યે અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.