- દર કલાકે સરેરાજ 18 વ્યક્તિઓના માર્ગ અકસ્માતમાં મોત થાય છે
- દરરોજ સરેરાશ 1100થી વધારે વ્યક્તિઓ અકસ્માતનો ભોગ બને છે
- માર્ગ અકસ્માતના મામલે મહારાષ્ટ્ર છઠ્ઠા ક્રમે
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે માટે પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન ભારતમાં એક વર્ષ દરમિયાન અંદાજે લગભગ પાંચ લાખ લોકો અકસ્માતનો ભોગ બને છે. જે પૈકી દોઢ લાખ લોકોના મોત થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા રોડમેપ તૈયાર કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર કોવિડ મહામારી બાદ માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. જે ગંભીર બાબત છે. તેમજ આ મામલે સરકાર ગંભીરતાથી કામગીરી કરી રહી છે. દેશમાં માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારને વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી માર્ગ અકસ્માતને લઈને ડેટા પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે વર્ષ 2021માં માર્ગ અકસ્માતમાં દોઢ લાખ વ્યક્તિઓના મોત થયાં છે. દેશમાં દરરોજ અકસ્માતના 1130 જેટલા વ્યક્તિઓ અકસ્માતનો ભોગ બને છે. જ્યારે 422 વ્યક્તિઓના મોત થાય છે. એટલે કે દર કલાકે લગભગ 18 વ્યક્તિઓના અકસ્માતમાં મોત થાય છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતના બનાવમાં મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં છઠ્ઠા ક્રમ ઉપર છે. જ્યારે અકસ્માતના મૃત્યુ પામવાના મામલે મહારાષ્ટ્ર ત્રણ નંબર ઉપર છે.