Site icon Revoi.in

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો માણવા છેલ્લા પાંચ વર્ષમાં દોઢ કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત

Social Share

રાજપીપીળાઃ  માત્ર ગુજરાત જ નહી પણ દેશના પ્રવાસન સ્થળોમાં મહત્વના ડેસ્ટીનેશન બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નજારાને માણવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં પણ ફરવા માટેના અનેક આકર્ષણો ઊભા કરાયા છે. પ્રવાસીઓ માટે હોટલો. અને ટેન્ટસિટી પણ બનાવવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની દોઢ કરોડ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોજબરોજ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલ વરસાદી વાતાવરણને કારણે ચારેબાજુ લીલોતરીનો નજારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2018માં લોકાર્પણ થયા બાદ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. 15 ઓગસ્ટ આસપાસની રજામાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા. 13 ઓગસ્ટથી 16 ઓગસ્ટ દરમિયાન એક લાખથી વધુ પ્રવાસીઓએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નિહાળી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસમાં આવેલા પ્રકલ્પો પણ લોકોની પસંદ બની રહ્યા છે. સાથે જ હવે તંત્ર અહીં વધુ કેટલાક જાનવરો લાવવાની તૈયારી કરી રહ્યું છે.

વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે લોખંડી પુરુષ સરદાર પટેલની છાતીમાંથી લગભગ 135 મીટરએથી સરદાર સરોવર નર્મદા ડેમ જોવાનો લહાવો પ્રવાસીઓ માણી રહ્યા છે. દિવસેને દિવસે પ્રતિમા જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ એકતા નગર કેવડિયા ખાતે આવી રહ્યા છે. 13 ઓગસ્ટ 2023 થી 16 ઓગસ્ટ 2023 એમ 4 દિવસ ની રજાઓ 1 લાખ થી પણ વધુ પ્રવાસીઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના પ્રકલ્પો ની મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યાબાદ રાજ્ય સરકાર દ્વારા જંગલ સફારી પાર્ક,ગ્લો ગાર્ડન, કેકટસ ગાર્ડન,વિશ્વ વન,આરોગ્ય વન,એકતા નર્સરી, રિવર રાફટિંગ જેવા પ્રકલ્પો નું નિર્માણ કરી પ્રવાસીઓને આકર્ષવા માટે બનાવવામાં આવ્યું છે.. હાલ આ પ્રતિમાને બને લગભગ 5 વર્ષ પૂર્ણ થવાના આરે છે, ત્યારે દોઢ કરોડ પ્રવાસીઓએ અહીંની મુલાકાત લીધી છે. હજુ પણ વધુમાં વધુ પ્રવાસીઓ એકતા નગર ખાતે આવે તે માટે આગામી દિવસોમાં નર્મદા નદીમાં વોટર સ્પોર્ટ્સ, ફેમિલી બોટિંગ, જંગલ સફારી પાર્કમાં સફેદ લાયન, ચીમપાનઝી, ઉરાંગઉટાંગ જેવા નવા જાનવરો પણ લાવવામાં આવશે. જ્યારે સપ્ટેમ્બરમાં મોન્સૂન ફેસ્ટિવલની પણ શરૂઆત નર્મદા ડેમ પાસે કરવામાં આવશે. આ તમામને કારણે હજુ પણ વધુ પ્રવાસીઓ એકતા નગરની મુલાકાતે આવશે. (file photo)