Site icon Revoi.in

એક દેશ એક ચૂંટણીઃ રામનાથ કોવિંદની આગેવાનીમાં કમિટીની પ્રથમ બેઠક 23મીએ મળશે

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની એક દેશ એક ચૂંટણીની કવાયત વચ્ચે કેન્દ્ર સરકારે ખાસ કમિટીની રચના કરી છે. તેમજ કમિટીના ચેરમેન દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને બનાવવામાં આવ્યાં છે. દરમિયાન આગામી 23મી સપ્ટેમ્બરના રોજ આ કમિટીની બેઠક મળશે.

સમગ્ર દેશમાં હાલ એક દેશ એક ચૂંટણી મુદ્દે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. જે માટે કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી છે. આ કમિટી સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજવા માટે રૂપરેખા તૈયાર કરશે. રામનાથ કોવિંદ ઉપરાંત કમિટીમાં અન્ય સાત મહાનુભાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અમિત શાહ, અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ કશ્ચપ, હરીશ સાલ્વે અને સંજય કોઠારીનો સમાવેશ થાય છે.

એક દેશ એક ચૂંટણીને લઈને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, મોદી સરકાર 18મી સપ્ટેમ્બરના રોજ સંસદના વિશેષ સત્રમાં બિલનો પ્રસ્તાવ લાવી શકે છે. બીજી તરફ ચુંટણીને લઈને સ્ટડીનો રિપોર્ટ જાહેર કરાયો છે. જે અનુસાર દેશમાં લોકસભાથી લઈને થાનિક સ્વરાજની ચૂંટણી પાછળ લગભગ 10 લાખ કરોડનો ખર્ચ થવાની શકયતા છે. જેથી જો તમામ ચૂંટણી એક સાથે થાય અથવા એક જ સપ્તાહમાં યોજવામાં આવે તો આ ખર્ચ 3થી 5 લાખ કરોડ સુધીનો ખર્ચ ઘટાડી શકાય છે.

એક અંદાજ અનુસાર આગમી વર્ષે દેશમાં યોજનારી લોકસભાની ચૂંટણી પાછળ લગભગ 1.20 લાખ કરોડનો ખર્ચ થવાની શકયતા છે. એક અભ્યાસ અનુસાર, જો એક સાથે તમામ વિધાસભા બેઠક ઉપર ચૂંટણી યોજવામાં આવે તો લગભગ 3 લાખ કરોડ જેટલો ખર્ચ થવાની શકયતા છે. દેશમાં વિધાનસભાની કુલ 4500 જેટલી બેઠકો છે.

(Photo-File)