Site icon Revoi.in

રાજકોટમાં ફાયર સેફ્ટીના બાટલામાં રિસફલીંગ દરમિયાન બ્લાસ્ટ થતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગની દૂર્ઘટનામાં ફાયર સુવિધાઓને આધારે આગ બુજાવી શકાય છે. દરમિયાન રાજકોટમાં જાહેરમાં એક સ્થળ પર ફાયર બાટલામાં રિસફલીંગની કામગીરી ચાલતી હતી. આ સમયે બાટલો ફાટ્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળે છે. જ્યારે બે મહિલાઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. રાજકોટના 150 ફુટ રિંગરોડ વિસ્તારમાં આ બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં 150 ફુટ રિંગરોડ વિસ્તારમાં ફાયર સેફ્ટીના બાટલામાં એક દુકાનમાં રિસફલીંગની કામગીરી કરવામાં આવે છે. દરમિયાન આજે અચાનક જ એક બાટલો ફાટ્યો હતો. જેથી આસપાસની દુકાનના કાચ તુટી ગયા હતા. આ ઘટનામાં એકનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિસ સ્થળ પર દોડી ગઈ હતી. મૃતકની ઓળખ થઈ શકી નથી. જો કે, આ ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો છે. તેમજ ફાયર સેફ્ટીના સાધનોને લઈને પણ અનેક સવાલો ઉભા થયાં છે. આ ઘટના ક્યારે અને કેવી રીતે ઘટી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દુકાનદારની બેદરકારી સામે આવતો તો કાર્યવાહી કરવામાં આવશે.