અમદાવાદઃ રાધનપુરનું પીપળ ગામ પાસે 3 ટ્રેલરો વચ્ચે ટક્કર થઈ હતી. જેથી ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ અકસ્માતમાં ટેલરોમાં ફસાયેલા લોકોને કાઢવા માટે પતરા ચીરવા પડ્યા હતા. ત્રણ કલાકની જેહમત બાદ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યાં હતા. અકસ્માતના પગલે હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાટણમાં રાધનપુરનું પીપળ ગામ પાસે નેશનલ હાઈવે ઉપર ત્રણ ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એકબીજા સાથે ટ્રેલરોની ટક્કર થતાં એક ટ્રેલરના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં ટેલર ચાલક અંદર ફસાઈ જતા ઘટના સ્થળે હાજર લોકોએ તેને બહાર કાઢવા માટે ભારે જહમત ઉઠાવી હતી. લોકો દ્વારા પતરા કાપીને તેને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો. આ અકસ્માતમાં એક ઈસમનું મોત થયુ છે, જ્યારે અન્ય એક ઈસમને ગંભીર ઈજા પહોંચતા હાલમાં સારવાર હેઠળ છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.તેમજ માર્ગ અકસ્માતની આ ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિની ઓળખ મેળવવા માટે કવાયત શરૂ કરી હતી. આ બનાવને પગલે સ્થાનિકો પણ મોટી સંખ્યામાં સ્થળ પર દોડી ગયા હતા.
નેશનલ હાઈવે ઉપર વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. જેથી ટ્રાફિકજામ થયો હતો. ઘટનાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવતા રસ્તો ખુલ્લો કરી વાહન વ્યવહાર શરૂ કરાયો હતો અને અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.