- રાજકોટમાં 11.42 લાખ લોકોને મળ્યો વેક્સિનનો પહેલો ડોઝ
- મેયરે આપી આ બાબતે જાણકારી
- રાજકોટમાં વેક્સિનેશન સરળ ન હતું – ડૉ.પ્રદિપ ડવ
રાજકોટ: રાજકોટ શહેરના મેયરે આજે મહત્વની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે રાજકોટમાં 11.42 લાખ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ખરેખર ! વેક્સિનેશન અભિયાન ખુબ જ કપરૂ કામ હતું. આ તક પર મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ મનપા કચેરી ખાતે આરોગ્યકર્મીઓને મીઠાઇ ખવડાવી ઉજવણી કરી અભિનંદન પાઠવ્યા હતા.
કોરોના મહામારી સામે લડવા કેન્દ્ર સરકાર દ્વારા ફ્રી વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારે કોરોના મહામારી સામે લડવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વેક્સિનેશનની પ્રક્રિયા આરંભવામાં આવી હતી.
જો વાત કરવામાં આવે સરકારી આંકડાની તો રાજકોટ શહેરમાં વસતા લોકોને કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. કુલ 11,42,841 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે કે 6,59,618 લોકોને પ્રથમ અને દ્વિતીય ડોઝ બંને આપી દેવામાં આવ્યો છે. આમ અત્યાર સુધીમાં રાજકોટ મનપા દ્વારા કુલ 18,02,459 ડોઝ આપવામાં આવ્યા છે.
ઉલ્લેનીય વાત એ છે કે ગુરુવારે દેશમાં 100 કરોડ લોકોને રસીકરણ કરવામાં આવ્યુ તેની ઉજવણી રાજકોટ શહેર અને ગ્રામ્યમાં આરોગ્ય કેન્દ્રો પર કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં પણ કોરોના રસીકરણ ઝુંબેશને સારો પ્રતિસાદ મળ્યો છે 592 ગામોમાંથી અત્યાર સુધીમાં 500થી વધુ ગામોમાં 100 ટકા રસીકરણ થઈ ચૂકયુ છે.