ભગવાન દ્વારા આપણા શરીરની રચના એવી રીતે કરવામાં આવી છે કે સામાન્ય વ્યક્તિતો તેના વિશે બે ટકા પણ જાણતો નથી, એવું કહી શકાય, વૈજ્ઞાનિકો અને સંશોધકોને આ બાબતે વધારે જાણ હોઈ શકે છે કે શરીરમાં શું શું ઘટનાઓ બને છે અને કેવી રીતે બને છે પરંતુ આજે સામાન્ય લોકોએ પણ તેને જાણવી જોઈએ.
જાણકારી અનુસાર દરેક વ્યક્તિના મોંમા રોજ એક લિટર લાળ બને છે, આ વાત જાણીને લોકો થોડીવાર માટે ચોંકી જશે પણ આ વાત સાચી છે. આ ઉપરાંત સામાન્ય માણસની નાભિમાં બેક્ટેરિયાની 67 અલગ-અલગ પ્રજાતિઓ હોય છે.
દરેક વ્યક્તિ દર વર્ષે 4 કિલો ત્વચાના કોષો ગુમાવે છે, એટલે કે દર વર્ષે ઘણા બધા ત્વચા કોષો નાશ પામે છે અને નવા બને છે. માણસના દાંત શાર્કના દાંત જેવા મજબૂત હોય છે. નવજાત બાળક 1 મહિનાનું થાય તે પછી જ તેની આંખમાંથી આંસૂ નીકળે છે. આપણી નસોમાં માહિતી 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ ફરે છે.
જો વાત કરવામાં આવે હ્યદયની તો વ્યક્તિનું હદય તેના સમગ્ર જીવનમાં 300 કરોડથી પણ વધુ વખત ધબકે છે. માનવના ડાબા ફેફસા જમણા ફેફસા કરતા 10 ટકા નાના હોય છે. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે માનવ નાક અબજો પ્રકારની ગંધને સુંઘી શકે છે અને તમારા શરીરનું 8 ટકા વજન લોહીનું છે.