- એક વ્યક્તિએ ‘રહસ્યમય શહેર’ શોધવાનો કર્યો દાવો
- જે 12 હજાર વર્ષથી દરિયામાં ડૂબેલું છે !
- ઊર્જા ક્ષેત્રો તેમજ ઘણા પિરામિડ મળી આવ્યા
માણસો ભલે આ ધરતી પર હજારો વર્ષોથી રહેતા હોય, પરંતુ આજે પણ ધરતીની અંદર આવા અનેક રહસ્યો છુપાયેલા છે, જેના વિશે કોઈ જાણતું નથી.દ્વારકા શહેર દરિયામાં ડૂબી જવાની કહાની તો તમે સાંભળી જ હશે, પરંતુ શું તમે જાણો છો કે,પ્રાચીન સમયમાં મેક્સિકોમાં પણ દ્વારકા જેવું એક શહેર હતું, જે દરિયામાં ડૂબી ગયું હતું. જી હા, એક વ્યક્તિએ મેક્સિકોના અખાતમાં એક એવું રહસ્યમય શહેર શોધવાનો દાવો કર્યો છે, જે લગભગ 12 હજાર વર્ષ પહેલાં કોઈ કારણસર દરિયામાં ડૂબી ગયું હતું.
આ ‘રહસ્યમય શહેર’ શોધનાર વ્યક્તિનું નામ જ્યોર્જ ગેલે જણાવવામાં આવી રહ્યું છે, જે એક નિવૃત્ત પુરાતત્વવિદ્ છે.તેઓ દાવો કરે છે કે, સમુદ્રની નીચે ડૂબેલા શહેરમાં ઊર્જા ક્ષેત્રો તેમજ ઘણા પિરામિડ છે.
અહેવાલ મુજબ, જ્યોર્જ તે રહસ્યમય શહેરને શોધવા માટે અત્યાર સુધીમાં 44 વખત તે સ્થળની મુલાકાત લઈ ચૂક્યો છે.તેનું કહેવું છે કે તેને દરિયા કિનારે એક ગ્રેનાઈટ પણ મળ્યો, જેના પર કંઈક લખેલું છે. તેણે તેને પિરામિડનો ભાગ કહ્યો.
જોકે અન્ય નિષ્ણાતોને જ્યોર્જની વાત પર ખાતરી નથી,પરંતુ જ્યોર્જને પૂરો વિશ્વાસ છે કે,સેંકડો ઈમારતો દરિયાની નીચે રેતીમાં દટાયેલી છે અને તે ગીઝાના પિરામિડ સાથે સંબંધિત છે.અહેવાલો અનુસાર, રિકી રોબિન નામનો સ્થાનિક સંશોધક પણ જ્યોર્જ સાથે તે જગ્યાએ ગયો હતો અને તેણે જોયું કે,ત્યાં અચાનક તેના હોકાયંત્રની દિશા બદલાઈ ગઈ, જ્યાં જ્યોર્જને ખાતરી છે કે ત્યાં પિરામિડ છે.આ દર્શાવે છે કે, સમુદ્રની અંદર કેટલીક ઉર્જા છે, જેણે હોકાયંત્રની દિશા બદલી છે.
અહેવાલ મુજબ, રિકી રોબિનનું કહેવું છે કે,તે રહસ્યમય સ્થાન પર બરમુડા ટ્રાયગલ જેવો માહોલ છે, તેથી જ તમામ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ત્યાં કામ કરવાનું બંધ કરી દે છે.ઘણા માછીમારોને પણ ત્યાંથી અજીબોગરીબ પથ્થરો મળ્યા છે અને આ તમામ પુરાવાઓને આધારે જ્યોર્જનું કહેવું છે કે,એવું કોઈ શહેર હોવું જોઈએ, જે હજારો વર્ષોથી દરિયામાં ડૂબી ગયું હોય.