Site icon Revoi.in

એક ભૂલ અને બેંક એકાઉન્ટ ખાલી, જાણો કેવી રીતે ચાલે છે આખો ખેલ

Social Share

ભારત સ્કેમર્સ માટે ખુબ મોટો અડ્ડો થઈ ગયો છે. તેનું મોટું કારણ એ છે કે ભારત ડિજિટલ દુનિયામાં ખૂબ ઝડપથી પ્રવેશ કરી રહ્યું છે. દરેકના હાથમાં સ્માર્ટફોન છે, દરેક ઘરમાં ઈન્ટરનેટ છે અને દરેક સ્માર્ટફોન યુઝર ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે. એવામાં સ્કેમર્સને સ્કેમ કરવામાં સરળતા થાય છે. દેશમાં ઘણા પ્રકારના સ્કેમ થઈ રહ્યા છે જેમાં પાર્ટ ટાઈમ જોબ સ્કેમ, ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ, યુટ્યુબ વીડિયો લાઈક સ્કેમ અને QR કોડ સ્કેમ અને તેનાથી કેવી રીતે બચી શકાય તેના વિશે જાણો.

શું છે QR કોડ સ્કેમ?
QR કોડ સ્કેમમાં ફસાવવા માટે સ્કેમર્સ લોકોને એક QR કોડ મોકલે છે અને તેમને લાલચ આપે છે. પહેલા તેઓ તમને પૈસા મોકલવાની લાલચ પણ આપે છે. સ્કેમર્સ લોકોને QR કોડ મોકલવા અને પાર્ટ ટાઈમ જોબ મેળવવા, આ કોડ સ્કેન કરવા અને પેમેન્ટ લેવાનું કહે છે. ખાલી QR કોડ સ્કેન કરીને પૈસા કમાવો. તેઓ દાવો કરે છે.

કેવી રીતે થાય છે QR કોડ સ્કેમ?
સ્કેમર્સ દ્વારા મોકલેલ QR કોડને જેવા તમે સ્કેન કરો છો તો તમને એક નકલી વેબસાઈટ પર લઈ જાય છે. પછી પેમેન્ટ માટે તમારી પાસે ઈન્ટરનેટ બેંકિંગ ડીટેલ, લોગઈન ડીટેલ માગવામાં આવે છે. જેવા તમે ડીટેલ નાખો છો તરત જ એક ઓટીપી આવે છે અને ઓટીપી નાખતા જ સ્કેમર્સ તમારા બેંક એકાઉન્ટમાં પહોંચી જાય છે અને તે પછી તામારું એકાઉન્ટ ખાલી થઈ જાય છે.
આવા સ્કેમથી બચવા માટે એક રસ્તો છે કે અજાણ્યા QR કોડને સ્કેન ના કરો અને જો તમે તેને સ્કેન કરો, તો પછી તેને વેરિફાઈ જરૂર કરો.