એક ભૂલ અને ફસાઈ જશો તમેઃ સરકારએ લોકોને કરી છે અપીલ, પાર્સલ સ્કેમથી બચવાના ઉપાય
ભારતમાં કૂરિયર કે પાર્સલ સ્કેમ જંગલની આગની જેમ ફેલાઈ રહ્યુ છે. દરરોજ કોઈના કોઈ પાર્સલ સ્કેમનો શિકાર બનાવવામાં આવે છે. સરકાર પણ લગાતાર લોકોને આ સ્કેમ વિશે ચેતવણી આપે છે પણ કોઈ ખાસ ફાયદો દેખાતો નથી. પાર્સલ સ્કેમ હેઠળ અત્યાર સુધી હજારો લોકોને નિશાન બનાવવવામાં આવ્યા છે. અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
• પાર્સલ સ્કેમને રોકવા માટે I4C અને DoT એક સાથે આવે છે
ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ભારતની બહારથી આવતા સ્પૂફ કોલને રોકવા માટે ભાગીદારી કરી છે. પાર્સલ સ્કેમ હેઠળના કોલ વારંવાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB), સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓના અધિકારીઓના નામ પર આવે છે. માઇક્રોસોફ્ટની મદદથી, સરકારે પાર્સલ કૌભાંડ અને ડિજિટલ ધરપકડ કૌભાંડમાં સંડોવાયેલા 1,000 થી વધુ Skype ID ને બ્લોક કર્યા છે.
• શું છે પાર્સલ સ્કેમ
પાર્સલ સ્કેમ એક નવા પ્રકારનો સ્કેમ છે. આમાં સાઈબર ઠગ લોકોને ફોન કરે છે, તેઓ NCB, CBI અથવા કસ્ટમ વિભાગના અધિકારીઓ બોલી રહ્યા છે. આ છેતરપિંડી કરનારાઓએ આ એજન્સીઓના અધિકારીનો ફોટો પણ પોતાના વોટ્સએપ ડીપીમાં મૂક્યો છે. તે પછી તેઓ લોકોને કહે છે કે તેમના નામે સિમ કાર્ડ, પાસપોર્ટ વગેરે રિકવર કરવામાં આવ્યા છે અને મની લોન્ડરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
• પાર્સલ સ્કેમથી બચવા શું કરવું
કોઈપણ કોલ કે મેસેજનો જવાબ આપવો નહી. તમને શંકા હોય તો સાઈબર દોસ્ત વેબસાઈટ પર કે ચક્ષુ પોર્ટલ પર ફરિયાદ કરો. બેંક એકાઉન્ટ નંબર, પાન કાર્ડ નંબર, આધાર નંબર, સરનામું કોઈપણ કિંમતે ન આપો.