Site icon Revoi.in

વરસાદની ઋતુમાં એક ભૂલથી તમારુ કિંમતી ગેજેટ્સ બરબાદ થઈ જશે, આ ટિપ્સ ફોલો કરો

Social Share

ભારતમાં ચોમાસું આવી ગયું છે. કમોસમી વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે. પણ બીજી તરફ લોકોને કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ દરમિયાન ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈને બહાર જાઓ છો, વરસાદમાં પણ સ્માર્ટફોન, ટેબલેટ, સ્માર્ટવોચ, ઈયરબડ અને લેપટોપ સાથે લઈ જઈએ છીએ, આ ગેજેટ્સમાં પાણી ભરાઈ જાય તો થોડીવારમાં હજારો રૂપિયાના ગેજેટ્સને નુકસાન થઈ શકે છે.

• ગેજેટ્સને પાણીથી બચાવવા મોટો પડકાર
વરસાદ દરમિયાન જ લોકોને ઓફિસ કે કેટલાક કામના લીધે બહાર નિકળવું પડે છે. એવામાં લેપટોપ કે ફોન વગેરે સુરક્ષિત રાખવા માટે લોકો અલગ-અલગ ઉપાયો અપનાવે છે. મોટા ભાગના લોકો ફોનને ખીચામાં કે બેગમાં રાખે છે, પણ કેટલીક વાર વરસાદનું પાણી અહીં પોકી ગેજેટ્સને નુકશાન પહોંચાડી શકે છે.

• ગેજેટ્સને આ રીતે સુરક્ષિત રાખો
વરસાદની ઋતુમાં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે ઓફિસ જવું પડે છે તો સુરક્ષા માટે વોટરપ્રુફ બેગનો ઉપયોગ કરવો જોઈએ. આવા વરસાદમાં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને વોટરપ્રુફ બેગમાં રાખીને ઘરની બહાર નિકળો.

• ના કરો આ મોટી ભૂલ
ઘણી વખત લોકો વરસાદની ઋતુમાં નાની મોટી લાપરવાહી કરી દે છે. ઘણી વખત જોવામાં આવ્યું છે કે કિંમતી ગેજેટ્સ ભીની સપાટી પર રાખે છે. આ પ્રકારની ભૂલને કારણે ઘણીવાર ગેજેટ્સમાં પાણી આવી જાય છે. આવી સ્થિતિમાં એક મિનિટમાં હજારો રૂપિયા બર્બાદ થઈ જાય છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ આવી ભૂલ ના કરવી જોઈએ.