દિલ્હીમાં મંકી પોક્સનો વધુ એક દર્દી નોંધાયો – 22 વર્ષની મૂળ આફ્રિકન મહિલા પોઝિટિવ
- દિલ્હીમાં મંકિપોક્સનો 6ઠ્ઠો દર્દી નોંધાયો
- 22 વર્ષિય મૂળ આફ્રિકન મહિલા સંક્રમિત મળી આવી
દિલ્હીઃ- દેશભરમાં એક તરફ કોરોનાના કેસો હજી પણ આવી રહ્યા છે ત્યા બીજી તરફ મંકિપોક્સનો કહેર પણ વર્તાઈ રહ્યો છે ત્યારે દિલ્હીમાં મંકિપોક્સનો છઠ્ઠો કેસ સામે આવ્યો છે.પ્રાપ્ત વિગત પ્રમાણે 22 વર્ષિય એક મહિલા મંકિપોક્સથી સંક્રમિત જાવા મળી છે જે મૂળ આફ્રીકન છે.
મંકિપોક્સને લઈને અગાઉ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચિંતા વ્યક્ત કરી હતી,વ આરોગ્ય ઈમરજન્સી જાહેર કર્યાના એક દિવસ બાદ આ વર્ષે 24 જુલાઈના રોજ દિલ્હીમાં મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ થઈ હતી.ત્યારે હવે આ 6ઠ્ઠો કેસ દિલ્હીમાં સામે આવ્યો છે.
આ મહિલા દિલ્હી સ્થિતિ દ્વારકામાં રહે છે, કહેવામાં આવી રહ્યું છે કે સંક્રમિત આ મહિલાને છેલ્લા કેટલાક દિવસોથી તાવની ફરીયાદ હતી, ત્યારબાદ તેને લોક નાયક જય પ્રકાશ (LNJP) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યા તેનો રિપોર્ટ કઢાવામાં આવ્યો ત્યાર બાદ તેનામાં સંક્રમણની પૃષ્ટી થઈ
આ બાબતે એલએનજેપી હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટરે આ અંગે જણઆવ્યું છે કે હાલ સંક્રમિત મહિલાની સ્થિતિ સારી છે.અગાઉ, આ હોસ્પિટલમાંથી દાખલ થયેલા મંકીપોક્સના પાંચેય દર્દીઓ સ્વસ્થ થયા બાદ રજા આપી દેવામાં આવી છે. મંકીપોક્સના દર્દીઓના શરીર પર મોટા પ્રમાણમાં પાણીયુક્ત ફોલ્લીઓ હતી. તેમના ફોલ્લીઓ મટી જતા તેમાં હૂફ જામી જવા લાગ્યા અને નવી ત્વચા આવી. જે બાદ તેઓને રજા આપવામાં આવી હતી.