Site icon Revoi.in

મોંઘવારીથી પીડાતી પ્રજાને વધુ એક ડામ, શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા,

Social Share

અમદાવાદઃ મોંઘવારીએ માઝા મુકી છે. દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે. જેમાં રોજિંદી ખાદ્ય ચિજ-વસ્તુઓમાં જીએસટીમાં કરાયેલા વધારાને કારણે મધ્યમ વર્ગ અને ગરીબોની હાલત કફોડી બની છે. ત્યારે હવે તો લીલા શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. કેટલાક શાકભાજી બમણાથી પણ વધુ ભાવે વેચાઈ રહ્યા છે.

અમદાવાદ સઙિત મહાનગરોમાં લીલા શાકભાજીના ભાવ વધારાએ ગૃહણીઓનું બજેટ ખોરવી નાંખ્યું છે. મોટાભાગના શાકભાજી 100 રૂપિયા કે તેથી વધુના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જેમાં ગવાર, ભીંડા,મેથી 100 રૂપિયા કિલોનો ભાવ તેમજ ચોળીના 120, કોથમિરના 120 તેમજ ગિલોડા અને દેશી મરચા પણ 100થી વધુના ભાવે વેચાઈ રહ્યા છે ગૃહિણીમાં શાકભાજીના ભાવ આસમાનને આંબતા રસોઈમાં શું બનાવવું તે પરિસ્થિત વધારે વિકટ બની છે. છેલ્લા થોડા સમયમાં રાજ્યમાં જે વરસાદ  થયો છે અને તેના પરિણામે બાગાયતી તથા ખેતી પાકોને નુકશાન થયુ હતું તેના લીધે ભાવમાં વધારો થયો હોવાનું શાકભાજીના વેપારીઓ કહી રહ્યા છે. કેટલાક શાકભાજી બમણાથી પણ વધુ ભાવે વેચાઈ રહ્યા છે. મધ્યમ વર્ગના લોકો દૂધ અને કઠોળ સહિતની વસ્તુઓમાં ભાવવધારાનો સામનો કરી રહ્યો છે, ત્યારે તહેવારની સિઝન ટાણે જ શાકભાજીના ભાવ વધતા મોંઘવારીનો આકરો માર પ્રજા પર પડી રહ્યો છે.

અમદાવાદ શહેરની શાકભાજીની મુખ્ય જમાલપુર APMCના અધિકારીના જણાવ્યા મુજબ વરસાદના કારણે શાકભાજીના પાક ધોવાતા હાલમાં દેશી પાકની આવકમાં 30 ટકા ઘટાડો થયો છે. જેની સામે 20 ટકા ભાવ વધ્યા છે. જેના કારણે બજારોમાં ભાવ ઉચકાયા છે. જે ભાવ 15 દિવસ બાદ ઘટે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી, લીલા શાકભાજીની આવક  ખેડા, મહેસાણા, સાબરકાંઠા, આણંદ જિલ્લામાંથી તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી થાય છે. જેમાં બહારથી આવતા શાકભાજીના રેગ્યુલર આવક છે જોકે દેશી માલ અહીંથી આવતા શાકભાજીની ઘટ હોવાથી ભાવ ઉંચકાયા છે. છૂટક વેપારીઓ પણ વરસાદના કારણે એક સપ્તાહ પહેલાના ભાવમાં બમણો ભાવ વધ્યા હોવાનું જણાવી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાવવાને લીધે શાકભાજીનો પાક ધોવાતા ડિમાન્ડ સામે સપ્લાય ઓછો થયો. જેના કારણે હાલ શાકભાજીના ભાવ આસમાને

ગુજરાતમાં જીવન જરીરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં અસામાન્ય વધારો થયો છે. જેમાં રોજિંદી ખાદ્ય વસ્તુઓ પર જીએસટી લગાવાતા મોંધવારી વધી ગઈ છે. રોજનું લાવીને રોજ ખાતા ગરીબ પરિવારોથી લઈને મધ્યમ વર્ગની હાલત પણ કફોડી બની છે..