- સુરત વધારે પ્રગતિ કરશે
- સરકારની જોરદાર તૈયારી
- 2953 કરોડના ખર્ચે 81 પ્રોજેક્ટ સાકાર કરાશે
સુરત: ગુજરાત રાજ્યમાં અમદાવાદની સાથે સાથે સુરત શહેરમાં પણ જોરદારા વેપાર-બિઝનેસ અને ગ્રોથ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ મોટી સંખ્યામાં લોકો રોજગારી અને વસવાટ માટે આવે છે ત્યારે સુરતના વિકાસને વધારે સાથ મળે તે માટે સરકાર દ્વારા વધુ એક તૈયારી બતાવવામાં આવી છે.
સુરત મહાનગર પાલિકાના વર્ષ 2022-23ના રૂપિયા 7287 કરોડના બજેટ સામાન્ય સભામાં સર્વાનુમત્તે મંજુર કરાયું હતું . બજેટની સામાન્ય સભામાં સ્માર્ટ સીટી પર ભાર મુકતા સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, 25 જુન 2015ના રોજ સ્માર્ટસીટી યોજનાની જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા ક૨વામાં આવી હતી. જેમાં સુરત શહેર સહીત કુલ 100 શહેરોની પંસદગી સ્માર્ટસીટી અન્વયે કરવામાં આવી હતી.
ડેટા મુચયુરિટી અસેટમેન્ટ ફ્રેમવર્ક માં પણ સુરત પ્રથમ ક્રમે છે . સુરત મનપા દ્વારા પુરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ અને સુવિધાઓનું મોનીટરીંગ એક જ સ્થળેથી થઇ શકે અને સેવાની ગુણવત્તામાં વધારો થાય તે હેતુસર કામગીરી થઇ રહી છે .
છેલ્લા ત્રણ વર્ષથી સુરત શહેરને સ્માર્ટસીટીમાં પ્રથમ એવોર્ડ પ્રાપ્ત થઇ રહ્યો છે . સ્માર્ટસીટી અતર્ગત એરીયા ડેવલપમેન્ટ , ઇકોનોમિક ડેવલપમેન્ટ , રીનવેબલ એનર્જી , એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ , હેરીટેજ રીસ્ટોરેશન અને એફોર્ડેબલ હાઉસીગ સહીતની કામગીરી કરવાની હોય છે . વધુમાં તેમણે કહ્યું હતું કે , સ્માર્ટસીટીમાં કુલ 2953.39 કરોડના ખર્ચે 81 પ્રોજેકટ સાકાર કરવાનું આયોજન છે.