દિલ્હી: ભારતના દુશ્મનોને દેશની બહારથી સતત ખતમ કરવામાં આવી રહ્યા છે. ભારત વિરુદ્ધ અવારનવાર ઝેર ઓકનાર લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીને ઠાર કરવામાં આવ્યો છે. અકરમ ગાઝીની ગુરુવારે પાકિસ્તાનના બાજૌરમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. તેઓ 2018 થી 2020 સુધી ભરતી સેલના વડા પણ હતો. તે ભારત વિરુદ્ધ ઉગ્રવાદી ગતિવિધિઓમાં સામેલ હતો.તે આતંકવાદીઓની ભરતી માટે જવાબદાર હતો. કાશ્મીરમાં આતંકવાદીઓને ઘુસાડવામાં તેની મહત્વની ભૂમિકા હતી. ગાઝીની હત્યા પાછળ સ્થાનિક હરીફો અને લશ્કરમાં આંતરિક સંઘર્ષ હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાની એજન્સીઓ ગાઝીની હત્યાની તપાસ કરી રહી છે.
ભારતના દુશ્મન ગાઝીની હત્યા લશ્કર અને તેની મૂળ સંસ્થા આઈએસઆઈ માટે મોટો ફટકો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં લશ્કરના કમાન્ડર ગાઝીને ઠાર કરવામાં આવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં પાકિસ્તાનમાં ભારતના દુશ્મનની આ સતત બીજી હત્યા છે.આ પહેલા અન્ય એક આતંકીને અજાણ્યા હુમલાખોરોએ માર્યો હતો. તે 2018-20 દરમિયાન કાશ્મીરના યુવાનોને લાલચ આપવા અને આતંકવાદી સંગઠનમાં ભરતી કરવા માટે મુખ્યત્વે જવાબદાર હતો. તેણે કાશ્મીર ઘાટીમાં ઘણા કટ્ટરપંથીઓને આતંકવાદીઓમાં પરિવર્તિત કર્યા હતા અને ભારતમાં ઘૂસણખોરી કરી હતી.
તે વર્ષ 2018માં જમ્મુ-કાશ્મીરના સુંજવાનમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. અકરમ ગાઝીએ કાશ્મીરમાંથી ખ્વાજા શાહિદનું અપહરણ કર્યું હતું. બાદમાં તેનું કપાયેલું માથું પીઓકેમાં નિયંત્રણ રેખા પાસે મળી આવ્યું હતું. તે ભારત વિરુદ્ધ આતંકવાદી ષડયંત્રના મુખ્ય આર્કિટેક્ટ્સમાંનો એક હતો. અકરમ ગાઝી પોતાના ભાષણોમાં ભારત વિરુદ્ધ ઝેરીલા શબ્દો બોલતો હતો. તે આતંકવાદીઓના સેન્ટ્રલ રિક્રુટમેન્ટ સેલનો મુખ્ય સભ્ય હતો. તેને ખૈબર પખ્તુનખ્વાના બાજૌરમાં બાઇક સવાર બદમાશોએ ગોળી મારી હતી. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં, અન્ય એક લશ્કર કમાન્ડર રિયાઝ અહેમદ પીઓકેના રાવલકોટમાં અલ કુતુસ મસ્જિદની બહાર માર્યો ગયો હતો.