ભોપાલઃ- મધ્યપ્રદેશમાં આવેલા કુનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રીકાથી ચિત્તાઓ મંગાવીને તેનું પાલન કરવામાં આવી રહ્યું છે જો કે દિવસેને દિવસે કેટલાક કારણો સર ચિત્તાઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે હવે વધુ એક માદા ચિત્તાએ દમ તોડ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુઘી 9 ચિત્તાઓના મોત થાય છે. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોતનો સિલસિલો હજી પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બુધવારે વધુ એક માદા ચિતા તિબિલિસીના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે.માદા ચિતાના મૃત્યુના કારણોનો હાલ ખુલાસો થયો નથી. થોડા દિવસોમાં, કુનો નેશનલ પાર્ક, શ્યોપુરમાં છ દીપડા અને ત્રણ બચ્ચાંએ જીવ ગુમાવ્યા છે.
આ સહીત ચિત્તાઓના મોત થવા પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.અને સૂચનો કર્યા છે કે મધ્યપ્રદેશમાં ચિત્તાઓને બહાર લાવી રાજસ્થાન,મહારાષ્ટ્રના અભયારણ્યમાં મુકવામાં આવે. જેથી જેટલા બચ્યા છે તેઓને સારી રીતે સંભાળ રાખીને તેનું જતન કરી તેનો જીવ બચાવી શાકય.
કુનો નેશનલ પાર્ક તરફ જારી એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે ત્યાં રાખવામાં આવેલા તમામ 14 ચિત્તાઓ કે જેમાં સાત નર અને છ માદા અને એક માદા બચ્ચાઓ છે જે હાલ સ્વસ્થ છે. કુનો અને નામીબિયાના નિષ્ણાંતોની વન્યજીવ ડોક્ટર ટીમ દ્વારા તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે.
નામીબિયાના નિષ્ણાતો અને કુનો વન્યજીવ ડૉક્ટર અને મેનેજમેન્ટ ટીમ ઘેરાની બહાર રખડતી બે માદા ચિત્તાઓને સતત ખબર રાખી રહી હતી. તેમના સ્વાસ્થ્યની તપાસ માટે તેમને બોમા પાછા લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ બેમાંથી એક માદા ચિત્તા – ધત્રી બુધવારે સવારે મૃત હાલતમાં મળી આવી હતી. મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે
ઉલ્લેખનીય છે કે કુનો નેશનલ પાર્કમાં છેલ્લા ચાર મહિનામાં નવ ચિત્તાના મોત થયા છે. જેમાં છ દીપડા અને ત્રણ બચ્ચાનો સમાવેશ થાય છે. હવે કુનો નેશનલ પાર્કમાં 14 ચિત્તા અને એક બચ્ચા બાકી છે.