સુરતઃ શહેરના એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ નવી ફલાઈટ્સ શરૂ કરવામાં આવી છે. દૂબઈ, શારજહાં સહિત વિદેશમાં જવા માટેની ફ્લાઈટ્સ સેવા બાદ ડોમેસ્ટીક સેવામાં પણ વધારો કરાયો છે. જેમાં સુરત અને દિલ્હી વચ્ચે પ્રવાસી ટ્રાફિક વધતાં એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા દિલ્હી માટે 1 મે 2024થી નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં સુરત ઉદ્યોગ-ધંધા માટેનું હબ ગણાય છે. હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગને લીધે શહેરનો વિકાસ પણ સારોએવો થયો છે. દરેક રાજ્યોના વેપારીઓ કાપડની ખરીદી કરવા માટે આવતા હોય છે. એટલે એરપોર્ટ પરનો પ્રવાસી ટ્રાફિક પણ વધાતો જાય છે. એક સમયે સુરતથી દિલ્હીની 6-7 ફ્લાઇટ ઓપરેટ થતી હતી અને દરેક ફ્લાઇટ સંતોષજનક રીતે ઓપરેટ થઈ રહી હતી. હાલ સુરતથી 4 ફ્લાઇટ ઓપરેટ થાય છે હવે વધુ એક ફ્લાઇટનો ઉમેરો થતા 5 ફ્લાઇટ દિલ્હીની થશે. સુરત અને દિલ્હી વચ્ચે પ્રવાસી ટ્રાફિક વધતાં એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા દિલ્હી માટે 1 મે 2024થી નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે. નવી એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હીની ફ્લાઇટનો સમય દિલ્હીથી 10 વાગે ઉપડીને 12 વાગે સુરત આગમન થશે અને સુરતથી બપોરે 1 કલાકે ઉપડી 3 કલાકે દિલ્હી પહોંચશે. દિલ્હીથી સાંજે રાત્રે આંતરાષ્ટ્રીય ફ્લાઇટમાં સફર કરનારને હવે પૂરતો સમય મળશે. આંતરરાષ્ટ્રીય પેસેન્જરને લાભ કર્તા હશે.
એર ઇન્ડિયા એક્સપ્રેસ કોલકાતા ફ્લાઇટનો સમય બદલ્યો છે. હાલ સુરતથી બપોરે 2.25 ઉપડી સાંજે 5.05 કલાકે કોલકાતા પહોંચતી હતી. તે હવે સવારે 8.35 કલાકે ઉપડીને 11.35 કલાકે કોલકતા પહોંચશે. જ્યારે કોલકાતાથી સવારે 10.55 કલાકે ઉપડીને બપોરે 1.55 કલાકે સુરત પહોંચતી હતી. તે હવે સવારે 4.55 કલાકે કોલકાતાથી ઉપડીને સવારે 8.55 કલાકે સુરત પહોંચશે.