- ભારત તરફથી ચીનને વધુ એક ઝટકો
- સરકારે એર કન્ડિશનરની આયાત પર પ્રતિબંધ મૂક્યો
- ચીનના વેપારીઓને ફટકો પડશે
- ભારત ચીન પાસેથી એસીની મોટા પ્રમાણમાં આયત કરતું હતું
ચીનની સેના અને ભારતની સેના વચ્ચે અથડામણ બાદ ભારત સરકાર ચીન પ્રતિ સખ્ત બની છે, વિતેલા સમયમાં ચીનએ લદ્દાખ સરહદ પર ભારતીય સેન્ય સાથે સખ્ત વલણ અપનાવ્યું હતું જેમાં ભારતના 20 જેટલા જવાનો શહીદ થયા હતા,ત્યાર બાદ સમગ્ર દેશમાં ચીન સામે આંદોલનો થયા, ચીની વસ્તુઓ પર બેન લાગ્યા અને ભારત સરકારે પણ ટિકટોક, વીચેટ સહીતની 59 એપ્સ અને ત્યાર બાદ બીજી અનેક એપ્સ અને પબ્જી સહિતની ગેમ પર પ્રતિબંધ મૂક્ય હતો, અને આત્મ નિર્ભર ભારત હેઠળ ભારતમાં ઘણી બઘી વસ્તુનું ઉત્પાદન થાય તે બાબતે ધ્યાન આપવામાં આવ્યું ,ત્યારે હવે વધુ એક મોટો ઝટકો ચીનને મળ્યો છે.
ભારત સરકારે ચીનથી રેફ્રિજરેન્ટો સાથે આવતા એર કન્ડીશનરની આવતા આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર દ્વારા ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને બિન-જરૂરી ચીજોની આયાત ઘટાડવામાટે આ મહત્વોનો નિર્ણય લીધો છે, સરકારે લીધેલા આ પગલાથી ચીનના મોટા મોટા વેપારકર્તાઓને મોટૂ નુકશાન વેઠવાનો વારો આવશે ,ચીનને વધુ ક મોટો ફટકો પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં એસીનું માર્કેટ 40 હજાર કરોડ રુપિયાનું છે, દેશ પોતાની ની એસીની જરુરીયાતોની 28 ટકા જેટલી આયાત ચીન પાસેથી કરતું હતું.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ એ જારી કરેલી સુચનામાં જણઆવ્યું હતું કે, ‘રેફ્રિજરેન્ટ સાથે એર કન્ડિશનરની આયાત અંગેની નીતિમાં ખાસ સુધારો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત, તેને નિશુલ્ક કેટેગરીમાંથી તેને દૂર કરીને પ્રતિબંધક સૂચિમાં મૂકવામાં આવી છે. ”સ્પ્લિટ અને વિંડોઝ અથવા અન્ય તમામ પ્રકારના એર કન્ડીશનરના આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઘણી વિદેશી કંપનીઓએ ભારતમાં તેમના પ્લાન્ટ સ્થાપીત કર્યા છે. ત્યારે હવે આ સ્થિતિમાં તેમના વ્યવસાયને આ નિર્ણય અસર કરશે નહીં.
સાહીન-